Delhi

ફરદીન ખાન અને નતાશાનું લગ્નજીવન ભંગાણના આરે

નવીદિલ્હી
એક્ટર ફરદીન ખાન અને નતાશા માધવાનીનું લગ્નજીવન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ૨૦૦૫માં ફરદીન-નતાશાએ લગ્ન કર્યા હતા. આ લગ્નથી દીકરી દિયાની અને દીકરા અઝારીસનો જન્મ થયો છે. ૧૮ વર્ષ બાદ તેઓ પરસ્પસ સંમતિથી છૂટાછેડા લેવાની તૈયારી કરી રહ્યા છે. ૨૦૧૩ના વર્ષમાં નતાશાએ દીકરીને અને ૨૦૧૭માં દીકરાને જન્મ આપ્યો હતો. રિસેન્ટ રિપોર્ટ્‌સ મુજબ, ફરદીન અને નતાશા વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા છે. તેઓ પાછલા એક વર્ષથી અલગ રહે છે. નતાશા બંને બાળકો સાથે લંડન સેટલ થઈ છે, જ્યારે ફરદીન ખાન પોતાની માતા સાથે મુંબઈમાં રહે છે. ફરદીન અને નતાશા તરફથી છૂટાછેડાની અકટળો અંગે કોઈ ખુલાસો થયો નથી, જેના પગલે આ ચર્ચાને વ્યાપક વેગ મળ્યો છે. ફરદીન અને નતાશાને એક સમયે બોલિવૂડના આદર્શ કપલ માનવામાં આવતા હતા. નજીવા મતભેદ બાદ સતત તેમની વચ્ચે અંતર વધતું ગયું અને બાદમાં ભેગા રહેવાનું અશક્ય બન્યું હતું. ફરદીન ખાનના પિતા ફિરોઝ ખાન અને માતા સુંદરી વચ્ચે પણ છૂટાછેડા થયા હતા. ૧૯૮૫માં ફિરોઝ ખાને ફરદીનની માતા સાથે છૂટાછેડા લીધા હતા. રિતિકની પૂર્વ પત્ની સુઝાન ખાન અને ઝાયેદ ખાનના પિતા સંજય ખાન અને ફિરોઝ ખાન સગા ભાઈ હતી. જ્યારે નતાશાની માતા મુમતાઝ વીતેલા જમાનાની પ્રસિદ્ધ અભિનેત્રી છે. ફિલ્મી બેક ગ્રાઉન્ડ ધરાવતા ફરદીન ખાનની છેલ્લી ફિલ્મ દુલ્હા મિલ ગયા ૨૦૧૦ના વર્ષમાં રજૂ થઈ હતી. ફરદીન ખાને પરિવાર સાથે રહેવા એક્ટિંગમાં બ્રેક લીધો હતો. લાંબા સમય બાદ ફરદીન ખાન ‘વિસ્ફોટ’થી કમબેક કરી રહ્યા છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, પ્રિયા બાપટ, ક્રિસ્ટલ ડિસોઝા મહત્ત્વના રોલમાં છે. સલમાન ખાન અને અનિલ કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ નો એન્ટ્રીની સીક્વલમાં ફરદીનને રોલ મળે તેવી શક્યતાઓ પણ છે. આમ, કરિયરમાં ફરદીન ખાન કમબેકની તૈયારીમાં છે ત્યારે પર્સનલ લાઈફમાં મુશ્કેલી ઊભી થઈ છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *