Delhi

મધુમિતા શુક્લા હત્યાકાંડના આરોપી યુપીના પૂર્વ મંત્રીને જેલમાંથી છુટા કરાયા

નવીદિલ્હી
આજથી ૨૦ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાહાકાર મચાવનારા મધુમિતા શુક્લા હત્યાકાંડના આરોી પૂર્વાંચલના પૂર્વ બાહુબલી નેતા અને એક્સ મિનિસ્ટર અમરમણિ ત્રિપાઠી પત્ની સહિત જેલમાંથી છુટા થશે. ૯ મે, ૨૦૦૩ના રોજ પોતાની પ્રેગ્નેટ પ્રેમિકા ખ્યાતનામ કવિયિત્રી મધુમિતાની લખનઉમાં આવેલ પેપરમિલ કોલોનીમાં શોર્ટ શૂટરથી હત્યા કરનારા અમરમણિને તેમના સારા વ્યવહારના કારણે સમયથી પહેલા છુટા કરવામાં આવી રહ્યા છે. તેમને આજીવન કેદની સજા થઈ હતી. મધુમિતા શુક્લા હત્યાકાંડમાં દહેરાદૂનની ફાસ્ટ ટ્રેક કોર્ટે ૨૪ ઓક્ટોબર ૨૦૦૭ના રોજ અમરમણિ ત્રિપાઠી, તેમની પત્ની મધુમણિ, ભત્રીજા રોહિત ચતુર્વેદી અને શૂટર સંતોષ રાયને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા આપી હતી. અમરમણિ ત્રિપાઠી ફક્ત જલસા કરવા માટે મધુમિતાનો ઉપયોગ કરતો હતો. ૨ વાર મધુમિતા શુક્લાનું અબોર્શન કરાવ્યું હતું. પણ ત્રીજી વાર જ્યારે તે પ્રેગ્નેટ થઈ ગઈ તો, અબોર્શન કરાવાની ના પાડી દીધી. ત્યારે તેને રસ્તામાંથી હટાવવા માટે અમરમણિએ શૂટર સંતોષની મદદ લીધી. ૭ મહિનાની પ્રેગ્નેટ મધુમિતાને ૯ મે ૨૦૦૩ના રોજ લખનઉની પેપર મિલ કોલોનીમાં આવેલ તેના ઘરમાં ગોળી મારી દીધી હતી. તેના માટે અમરમણિ ત્રિપાઠીએ લખનઉથી ૨ શૂટર સંતોષ રાય અને પ્રકાશને મોકલ્યા હતા. યૂપીના લખીમપુર ખીરીના એક નાના એવા કસ્બાની રહેવાસી મધુમિતા શુક્લા ૧૬ વર્ષની ઉંમરમાં જ વીર રસની કવિતાઓ દ્વારા ફેમસ થઈ ગઈ હતી. બાદમાં તે લખનઉ શિફ્ટ થઈ ગઈ હતી. અમરમણિ ત્રિપાઠી અને મધુમિતા શુક્લાના પ્રેમ પ્રસંગનો ખુલાસો તેમના નોકર દેશરાજે કર્યો હતો. આ હત્યાકાંડથી યૂપીની રાજનીતિ હચમચી ગઈ હતી. મહારાજગંજ જિલ્લાના નૈતતનવાં વિધાનસભા (પૂર્વમં લક્ષ્મીપુર)થી ધારાસભ્ય રહેલા અમરમણિ ત્રિપાઠીને કલ્યાણ સિંહ સરકારમાં મિનિસ્ટર બનાવ્યા હતા. જાે કે, મધુમિતા હત્યાકાંડમાં નામ આવવાથી તેમને હટાવી દેવામાં આવ્યા હતા. આ હાઈ પ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રીની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. તપાસ દરમ્યાન અમરમણિની પત્ની મધુમણિને રિમાન્ડ પર ળઈને પુછપરછ કરવામાં આવી હતી.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *