Delhi

ગુજરાતના ઝડપી બોલર રૂશ કલેરિયાએ નિવૃત્તિની જાહેરાત કરી

નવીદિલ્હી
છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી ગુજરાત ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહેલા લેફ્ટ આર્મ ઝડપી બોલર રૂશ કલેરિયાએ શુક્રવારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશને તેની શાનદાર કારકિર્દી માટે અભિનંદન પાઠવવાની સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. રૂશ કલેરિયા ગુજરાત ઉપરાંત ભારત-એ માટે પણ રમ્યો હતો અને ૨૦૧૨માં અંડર-૧૯ વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતની અંડર-૧૯ ક્રિકેટ ટીમમાં પણ તે રમ્યો હતો. આ ઉપરાંત ૨૦૨૧માં આઇપીએલ માટે તેને મુંબઈ ઇન્ડિયન્સે પણ પસંદ કર્યો હતો. ૨૦૧૮-૧૯ની રણજી ટ્રોફી સિઝનમાં કલેરિયાએ ૨૭ વિકેટ ખેરવી હતી. આ સિઝન તેના માટે યાદગાર એલા માટે રહી હતી કેમ કે એ વખતે તેણે કેરળ સામેની રણજી કવાર્ટર ફાઇનલ મેચમાં હેટ્રિક લીધી હતી. ૧૯૯૩ની ૧૬મી જાન્યુઆરીએ જન્મેલા રૂશ કલેરિયાએ ૨૦૧૨માં મધ્ય પ્રદેશ સામેની મેચ સાથે રણજી કારકિર્દીનો પ્રારંભ કર્યો અને પોતાની ત્રીજી જ મેચમાં તેણે રેલવે સામે સદી ફટકારીને પોતાને એક ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત કરી દીધો હતો. રૂશ કલેરિયાએ તેની ૫૬ મેચની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની કારકિર્દીમાં ત્રણ સદી સાથે ૧૭૬૪ રન અને ૧૭૩ વિકેટ ઝડપી હતી. જેમાં આઠ વખત ઇનિંગ્સમાં પાંચ અને એક વખત મેચમાં દસ વિકેટનો સમાવેશ થતો હતો. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અનીલભાઈ પટેલે એક યાદીમાં જણાવ્યું હતું કે ૨૦૧૬-૧૭માં ગુજરાતની ટીમે રણજી ટ્રોફી જીતી તેમાં રૂશ કલેરિયાનું યોગદાન ઘણું મહત્વનું હતું. આ ઉપરાંત ગુજરાતે વિજય હઝારે ટ્રોફી (વન-ડે) અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી (ટી૨૦) જીતી ત્યારે પણ તેમાં કલેરિયાનો સિંહફાળો હતો.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *