નવીદિલ્હી
ચોમાસાની શરૂઆત દેશની રાજધાની દિલ્હી અને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થઈ ચૂકી છે. દિલ્હી દ્ગઝ્રઇમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. ત્યારબાદ વાતાવરણ બદલાઈ ગયુ છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી ગરમીના કારણે લોકો હેરાન હતા, ત્યારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મોડી રાત્રે લગભગ ૨ વાગ્યા આસપાસ વરસાદની શરૂઆત થઈ, તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પહેલા જ વરસાદની આગાહી વ્યક્ત હતી. ૈંસ્ડ્ઢએ દિલ્હી દ્ગઝ્રઇમાં આગામી ૩ દિવસ દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે દિલ્હી સિવાય હરિયાણા અને ઉત્તરપ્રદેશ અને મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન ૩૦-૪૦ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગે ઈસ્ટ સેન્ટ્રલ અને નોર્થ વેસ્ટ ઈન્ડિયામાં આગામી ૫ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. અસમ, મેઘાલય મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, ઓડિશામાં હવામાન વિભાગે આગામી ૪૮ કલાક દરમિયાન વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે.