Delhi

હેમા માલિનીએ કર્યો શોકિંગ ખુલાસો, ઇન્ટરવ્યુમાં ચોકાવનારો ખુલાસો

નવીદિલ્હી
હેમા માલિની પોતાના સમયની સૌથી સક્સેસફુલ એક્ટ્રેસીસમાંથી એક માનવામાં આવે છે. તેણે ‘સીતા-ગીતા’ અને ‘શોલે’ સહિત ઘણી ફિલ્મોમાં દમદાર અને યાદગાર પાત્રો ભજવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, ‘સત્યમ શિવમ સુંદરમ’ માટે તે પહેલી પસંદ હતી? જી હા, તમે સાચુ વાંચી રહ્યાં છો. તેમણે હાલમાં જ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે ખુલાસો કર્યો કે, આ સુપરહિટ ફિલ્મ સૌથી પહેલા તેને ઓફર કરવામાં આવી હતી, પરંતુ આખરે ઝીનત અમાનને આ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી. હેમા માલિનીએ કહ્યું કે, રાજ કપૂર તેમની પાસે આવ્યા અને ફિલ્મ વિશે જણાવ્યું. હેમાએ કહ્યું, “રાજ કપૂરે કહ્યું હતું કે આ એક એવી ફિલ્મ છે, તુ તે નહીં કરે, પરંતુ હું ઈચ્છું છું કે તુ આ ફિલ્મ કર.” હેમાએ એમ પણ કહ્યું કે તેની મા તેની બાજુમાં બેઠી હતી અને રાજ કપૂરની વાતથી ગુસ્સે થઈ ગઈ અને ઈશારામાં ફિલ્મ કરવાની ના પાડી દીધી. બાદમાં ઝીનત અમાને ‘સત્યમ શિવમ સુંદરમ’માં લીડ રોલ કર્યો હતો. શશિ કપૂર મેલ લીડ તરીકે હતા. ઝીનત અમાને આ ફિલ્મમાં રૂપાનું પાત્ર ભજવ્યું હતું, જેના ચહેરાના અડધા ભાગ પર ઇજાના ડાઘ હતા. આ કેરેક્ટર માટે ઝીનતની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ તેના કરિયરના સૌથી યાદગાર કેરેક્ટરમાંનું એક છે. આ ફિલ્મ તેના કરિયરને એક નવી ઊંચાઈએ લઈ ગઈ. એક ઇન્ટરવ્યુમાં હેમા માલિનીએ ફિલ્મ મેકર સાથેના મુશ્કેલ સમયને યાદ કર્યો. તેણે જણાવ્યું કે એક ફિલ્મ મેકર તેની સાડી સરકાવવાના સીનને શૂટ કરવા માંગતો હતો, પરંતુ તે તેમાં કમ્ફર્ટેબલ નહોતી. હેમાએ કહ્યું, “તે કોઈ પ્રકારનો સીન શૂટ કરવા માંગતો હતો. હું હંમેશા મારી સાડીને પિન કરું છું. મેં કહ્યું, ‘સાડી નીચે પડી જશે’. તેઓએ કહ્યું કે અમારે આ જ જાેઈએ છે. હેમા માલિની હંમેશા ચર્ચામાં રહે છે. તેને વર્ષો પહેલા ડ્રીમ ગર્લનો ટેગ મળ્યો હતો. તેણે ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા. ધર્મેન્દ્ર પહેલેથી જ પરિણીત હતા. રસપ્રદ વાત એ છે કે, ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરે એકવાર હેમા માલિની સાથે લગ્ન કરવા પર તેમનો બચાવ કર્યો હતો. ધર્મેન્દ્રએ પ્રકાશ કૌરને છૂટાછેડા લીધા વિના હેમા માલિની સાથે લગ્ન કર્યા હતાં.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *