નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ હાલમાં પોતપોતાની ટીમને આઈપીએલમાં પ્લેઓફમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ૈંઁન્ બાદ ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ૭ જૂનથી લંડનના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ માટે કાંગારૂઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમ આ મહિનાના અંતમાં ઈંગ્લેન્ડ પહોંચશે. ત્યાં જ સ્ટીવ સ્મિથ પહેલેથી જ કાઉન્ટી ક્રિકેટમાં ખૂબ પરસેવો પાડી રહ્યો છે. સસેક્સ તરફથી રમતી વખતે સ્મિથે એવો શાનદાર કેચ પકડ્યો કે જેને જાેઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. કાઉન્ટીમાં સસેક્સ અને લીસેસ્ટરશાયર વચ્ચે મેચ રમાઈ રહી છે. રહમાન અહેમદ મેચના ચોથા દિવસે ક્રિઝ પર હતો. રહેમાન બોલ પર ડાઇવ મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ બોલ બેટની કિનારીને અડી જાય છે અને સ્લિપ તરફ જાય છે. સ્ટીવ સ્મિથ બીજી સ્લિપમાં તૈયાર હતો. બોલને પોતાનાથી દૂર જતો જાેઈને સ્મિથે જમણી તરફ હવામાં જાેરદાર ડાઈવ લગાવી હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડી એક હાથથી કેચ પકડવામાં સફળ રહે છે. જેણે પણ સ્મિથનો આ શાનદાર કેચ જાેયો તે આશ્ચર્યચકિત થઈ ગયો. ૧૩ સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
