દિલ્હી
મહિનો બદલાતાની સાથે જ સરકારી વ્યવસ્થામાં કેટલાંક ફેરફારો પણ થતાં જ હોય છે. જેની સીધી અસર આપણાં જીવન પર થતી હોય છે. ખાસ કરીને આર્થિક ફેરફારો, જેતે જીવન જરૂરિયાતની ચીજાેની કિંમતમાં ફેરફારોની સીધી અસર આપણાં બજેટ પર પડે છે. આજે જુલાઈની છેલ્લી તારીખ છે અને આવતીકાલથી ઓગસ્ટ મહિનો શરૂ થશે. દર મહિનાની શરૂઆતની જેમ આ વખતે પણ આવતીકાલથી કેટલાક મોટા ફેરફારો લાગુ કરવામાં આવશે. ઓગસ્ટ ૨૦૨૩ પણ કેટલાક ફેરફારો લાવી રહ્યું છે. તેમની અસર દેશના સામાન્ય માણસથી લઈને વિશેષ સુધી પડશે. આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડર, ક્રેડિટ કાર્ડની કિંમતમાં ફેરફાર અને આવકવેરો (ૈં્ઇ ફાઇલિંગ) ભરવાથી લઈને નિયમોનો સમાવેશ થાય છે. તમારા માટે પણ આ ફેરફારો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર મહિનાની ૧ અને ૧૬ તારીખે તેલ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના દરમાં ફેરફાર કરવામાં આવે છે. પરંતુ ગયા મહિને ૧ જુલાઈએ કોઈ ફેરફાર જાેવા મળ્યો ન હતો. તે સમયે ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આ પછી ૪ જુલાઈ ૨૦૨૩ના રોજ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો. હાલમાં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને ૧,૭૮૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. ગયા મહિને ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ૈં્ઇ ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૩ છે. આ સમયમર્યાદા કરદાતાઓ માટે છે જેમણે તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી. પરંતુ જાે તમે ૈં્ઇ ફાઇલ નહીં કરો તો ૧ ઓગસ્ટથી તમારે દંડ ભરવો પડી શકે છે. ૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓએ રૂ. ૧,૦૦૦ની લેટ ફી ચૂકવવી પડશે, જ્યારે રૂ. ૫ લાખથી વધુની આવક ધરાવનારને લેટ આઇટીઆર ફાઇલ કરવા માટે રૂ. ૫,૦૦૦ની લેટ ફી ચૂકવવી પડશે. છટૈજ મ્ટ્ઠહા ક્રેડિટ કાર્ડ યુઝર્સને આંચકો લાગવા જઈ રહ્યો છે. બેંક ૧લી ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડ કેશબેક અને ઈન્સેન્ટિવ પોઈન્ટમાં ઘટાડો કરી રહી છે. આ ફેરફાર એક્સિસ બેંક ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે કરવામાં આવી રહ્યો છે. ૧૨ ઓગસ્ટથી અમલમાં આવશે. આ વખતે ઓગસ્ટમાં ૧૪ દિવસ બેંકમાં રજા રહેશે. આ મહિને, રક્ષાબંધન સહિતના ઘણા તહેવારોને કારણે, વિવિધ રાજ્યોમાં બેંકિંગ કામગીરી બંધ રહેશે. આ દરમિયાન તમે નેટ બેંકિંગ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ૨૦૦૦ રૂપિયાની ગુલાબી નોટો, જેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી છે, તે આ રજાઓ દરમિયાન અન્ય બેંકિંગ કામો સાથે બદલી શકાશે નહીં. જીમ્ૈંની અમૃત કલશ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ છે. જીમ્ૈં દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સ્કીમમાં ૪૦૦ દિવસ માટે રોકાણ કરવા પર ૭.૧ ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. આ યોજનામાં વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.


