Delhi

IPL સ્ટારની આગળ શાહિદ આફ્રિદી સુપર ઓવરમાં નિષ્ફળ, ૬ બોલમાં ૪ વિકેટ ઝડપી!..

નવીદિલ્હી
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તે હજુ પણ વિશ્વભરની લીગમાં રમી રહ્યો છે. તે તેની ધુઆંધાર બેટિંગ માટે જાણીતો છે, પરંતુ અમેરિકામાં યોજાયેલી ્‌૧૦ લીગની ફાઇનલમાં તે કંઈ ખાસ બેટીંગ કરી શક્યો ન હતો. જેના કારણે તેની ટીમ સુપર ઓવરમાં હારી ગઈ હતી. યુએસ માસ્ટર્સ ્‌૧૦ની ફાઇનલમાં ટેક્સાસ ચાર્જર્સે ન્યૂયોર્ક વોરિયર્સને સુપર ઓવરમાં હરાવ્યું હતું. ૈંઁન્ ૨૦૦૮માં શાનદાર બોલિંગ કરનાર સોહેલ તનવીરે આફ્રિદીને સુપર ઓવરમાં રન બનાવવા દીધા ન હતા. મેચમાં પ્રથમ રમતા વોરિયર્સે ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૯૨ રન બનાવ્યા હતા. જવાબમાં ચાર્જર્સની ટીમ ૯૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વોરિયર્સ માટે ૩૯ વર્ષીય ફાસ્ટ બોલર સોહેલ ખાને ૫ વિકેટ ઝડપી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. તેણે એક જ ઓવરમાં ૪ વિકેટ ઝડપી હતી. સુપર ઓવરની વાત કરીએ તો ટેક્સાસ ચાર્જર્સે પહેલા રમતા એક વિકેટે ૧૫ રન બનાવ્યા હતા. આ ઓવર સોહેલ ખાને ફેંકી હતી. મોહમ્મદ હફીઝે પ્રથમ બોલ પર સિંગલ લીધો હતો. કેપ્ટન બેન ડંકે બીજા બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ ત્રીજા બોલ પર તે આઉટ થયો હતો. મુખ્તાર અહેમદ ચોથા બોલ પર રન બનાવી શક્યો નહોતો. ૫માં બોલ પર ૨ રન લીધા અને મુખ્તારે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને સ્કોર ૧૫ રન સુધી પહોંચાડ્યો. આ રીતે ન્યૂયોર્ક વોરિયર્સને મેચ જીતવા માટે ૧૬ રનની જરૂર હતી. ડાબોડી ફાસ્ટ બોલર સોહેલ તનવીર ટેક્સાસ ચાર્જર્સ તરફથી સુપર ઓવર નાખવા આવ્યો હતો. તનવીરના પહેલા બોલ પર શાહિદ આફ્રિદીએ સિંગલ લીધો હતો. જાેનાથન કાર્ટરે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર તેણે સિંગલ લીધો. આફ્રિદી ચોથા બોલ પર રન બનાવી શક્યો ન હતો જ્યારે ૫માં બોલ પર એક રન લીધો હતો. કાર્ટરે અંતિમ બોલ પર ચોક્કસપણે સિક્સર ફટકારી હતી, પરંતુ ટીમ માત્ર ૧૩ રન જ બનાવી શકી હતી. આ રીતે, ચાર્જર્સે સુપર ઓવરમાં ૨ રનથી રોમાંચક જીત મેળવી હતી. આ પહેલા ન્યૂયોર્ક વોરિયર્સ તરફથી જાેનાથન કાર્ટરે ૧૭ બોલમાં અણનમ ૩૯ રન ફટકારીને સ્કોર ૯૦ રન સુધી પહોંચાડ્યો હતો. એક સમયે ટીમ ૪૪ રનમાં ૫ વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. એહસાન આદિલે ૩ વિકેટ લીધી હતી. જવાબમાં ટેક્સાસ ચાર્જર્સ તરફથી ઓપનર બેટ્‌સમેન મોહમ્મદ હાફીઝે ૧૭ બોલમાં ૪૬ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન બેન ડંકે પણ ૧૨ બોલમાં ૨૦ રન બનાવ્યા હતા. એક સમયે ટીમનો સ્કોર ૨ વિકેટે ૭૫ રન હતો. પરંતુ સોહેલ ખાને ૫ વિકેટ લીધી અને ચાર્જર્સ ટીમને ૯૨ રનમાં આઉટ કરી દીધી. શાહિદ આફ્રિદીએ પણ ૨ વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં ચાર્જર્સને જીતવા માટે ૯ રન કરવાના હતા અને ૨ વિકેટ બાકી હતી. પ્રથમ ૪ બોલમાં ૮ રન બનાવ્યા હતા. સોહેલ તનવીરે આફ્રિદીના ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. પરંતુ આફ્રિદીએ છેલ્લા ૨ બોલમાં ૨ વિકેટ લઈને મેચ ટાઈ કરી હતી. ૩૮ વર્ષીય સોહેલ તનવીર ૈંઁન્ ૨૦૦૮માં ઉતર્યો હતો. આ પછી મુંબઈ હુમલા બાદ પાકિસ્તાનના ખેલાડીઓને ટી૨૦ લીગમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તનવીરે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૪ ઓવરમાં ૧૪ રન આપીને ૬ વિકેટ લીધી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોઈપણ બોલરનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ત્યારબાદ રાજસ્થાને પણ ટાઈટલ જીત્યું હતું. આ રેકોર્ડ ૧૧ વર્ષ સુધી અકબંધ રહ્યો. ૨૦૧૯ માં, વેસ્ટ ઈન્ડિઝના અલ્ઝારી જાેસેફે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૧૨ રનમાં ૬ વિકેટ લીધી હતી અને તનવીરનો રેકોર્ડ તોડ્યો હતો. પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. તેણે ૭ વિકેટ લેવા ઉપરાંત ટૂર્નામેન્ટમાં ૨૧૦ રન પણ બનાવ્યા હતા. આ સાથે જ ન્યૂયોર્ક વોરિયર્સના સોહેલ ખાનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *