Delhi

દિલ્હીના ભારે વરસાદ વચ્ચે ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનોના રૂટ રદ કરવા પડ્યા

નવીદિલ્હી
દેશમાં વરસાદ બાદ હવે અનેક રાજ્યમાં પૂરનો કહેર યથાવત છે. વરસાદ બાદ હવે રેલવે ટ્રેક અને સ્ટેશનો પર પૂરના પાણી ફરી વળ્યા છે. જેના કારણે રેલ સેવા ખોરવાઈ રહી છે. ૭ જુલાઈથી રેલવે દરરોજ ઘણી ટ્રેનો રદ કરી રહી છે. ત્યારે આજે પણ રેલવેએ ૭૧ ટ્રેનો રદ કરી છે. સાથે જ કેટલાકના રૂટ પણ બદલવામાં આવ્યા છે. દિલ્હીમાં પૂરના પાણી અને યમુના ઓવરફ્લો થવાથી રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે આ પાણી ભરાઈ જવાના કારણે આ રૂટ પર વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. ત્યારે વારંવાર ટ્રેનો રદ થવાના કારણે સામાન્ય લોકો જેઓ આ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાે તમે પણ આજે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો પહેલા ચેક કરો કે તમારી ટ્રેન પણ રદ થયેલી ટ્રેનોની યાદીમાં સામેલ છે કે નહીંપ આ સાથે ઉત્તર રેલવેના સરહિંદ-નાંગલ ડેમ, ચંદીગઢ-સનેહવાલ, સહારનપુર -અંબાલા અને અંબાલા-દિલ્હી સેક્શનમાં ભારે વરસાદને કારણે સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત થઈ છે. આ ટ્રેનો સાથે, ઘણી વધુ એક્સપ્રેસ, મેલ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. તમે ૈંઇઝ્ર્‌ઝ્ર વેબસાઇટ ૈંઇઝ્ર્‌ઝ્ર હેલ્પ પર જઈને આ રદ કરાયેલી ટ્રેનો વિશે માહિતી મેળવી શકો છો. જાે આ સમયે તમે રેલવે ટિકિટ ઓનલાઈન બુક કરાવી દીધી હોય તો તમારે ચીંતા કરવાની કોઈ જરુર નથી રેલવે વિભાગ રિફન્ડની સુવિધા પુરી પાડે છે. ત્યારે તમે તો જાે ટ્રેન કેન્સલ થાય છે, તો તમારી ટિકિટના પૈસા તેની જાતે જ તમારા ખાતામાં આવી જશે. રેલવે રિફંડ માટે ૭-૮ દિવસની અંદર રિફન્ડ પુરુ પાડી દેય છે પરંતુ સામાન્ય રીતે મોટાભાગના લોકોને ૨-૩ દિવસમાં રિફંડ મળી જાય છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *