નવીદિલ્હી
આ મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનાર ટી૨૦ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જાે કે આ યુવા ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સમાવેશ નથી કરવામાં આવ્યો તો ફરી એકવાર હાર્દિક પંડ્યાના હાથમાં કેપ્ટનશીપ આપવામાં આવી છે. યશસ્વી જયસ્વાલને પણ ટી૨૦ ટીમમાં તક આપવામાં આવી છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે ૫ ્૨૦ મેચોની સીરીઝ રમવાની છે. આ પ્રવાસ માટે પસંદગીકારોએ યુવાનોને વધુમાં વધુ તક આપવાનું નક્કી કર્યું છે. ૈંઁન્ નાં સ્ટાર પરફોર્મર તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલને જે તકની તલાશ હતી એ હવે મળી ગઇ છે. પાંચ મેચોની ્૨૦ શ્રેણીની પ્રથમ મેચ ૩ ઓગસ્ટે રમાશે. આ પછી બંને ટીમો ૬ઠ્ઠી અને ત્યારબાદ ૮મી ઓગસ્ટે રમશે. ચોથી મેચ ૧૨ ઓગસ્ટે રમાશે જ્યારે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ ૧૩ ઓગસ્ટે રમાશે. નવા મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની અધ્યક્ષતામાં પસંદ કરવામાં આવેલી આ પ્રથમ ટીમ છે. બીસીસીઆઈએ તેને મંગળવારે જ આ જવાબદારી આપી છે. હજુ આ જ અઠવાડિયે અજીત અગરકરને ભારતીય ક્રિકેટ ટીમનાં નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ૈંદ્ગડ્ઢૈંછદ્ગ ઝ્રઇૈંઝ્રદ્ભઈ્ ્ઈછસ્ જીઊેંછડ્ઢ ઃ ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર
