Delhi

ભારતનાં વિસ્ફોટક યુવા ક્રિકેટરે કાશ્મીરની સુંદર છોકરી સાથે કરી લીધા લગ્ન

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટમાં ઘણા સમયથી ડેબ્યૂની રાહ જાેઈ રહેલા વિસ્ફોટક યુવા બેટ્‌સમેન સરફરાઝ ખાને ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. ૨૫ વર્ષીય સરફરાઝે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની એક યુવતીને પોતાની જીવનસાથી બનાવી હતી. હાલ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્)માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા સરફરાઝને તેના સાસરિયાના ઘરે કાળી શેરવાનીમાં જાેઈ શકાય છે. હવે તેનું ધ્યાન સ્થાનિક ક્રિકેટની મર્યાદિત ઓવરોની મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કરવા પર રહેશે. સરફરાઝ આઈપીએલના સારા પ્રદર્શન દ્વારા ટીમ ઈન્ડિયા સાથે જાેડાઈ શકે છે. તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલ તેના ઉદાહરણ છે. બંને યુવાનોએ આઈપીએલ દ્વારા ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી છે. સરફરાઝ ખાને એક સ્થાનિક પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું, ‘કાશ્મીરમાં લગ્ન કરવાનું નક્કી હતું.’ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કરનાર આ બેટ્‌સમેને કહ્યું, “જાે અલ્લાહની ઈચ્છા હશે તો હું એક દિવસ ભારત માટે ચોક્કસ રમીશ.” ક્રિકેટરની એક ઝલક જાેવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. સરફરાઝ ખાનનો ડોમેસ્ટિક ક્રિકેટમાં રેકોર્ડ શાનદાર છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ ૩૦૧ રહ્યો છે. સરફરાઝની બેટિંગ એવરેજ ૭૪.૧૪ છે, જ્યારે લિસ્ટ-એ ક્રિકેટમાં આ ક્રિકેટરે ૩૧ મેચમાં ૨ સદીની મદદથી ૫૩૮ રન બનાવ્યા છે. સરફરાઝે ૮૮ ટી૨૦ મેચમાં ૧૧૨૪ રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધી ૩૯ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૧૩ સદીની મદદથી ૩૫૫૯ રન બનાવ્યા છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *