દિલ્હી
ગઈકાલે વોટ્સએપ ડાઉન થયા બાદ આજે એટલે કે ગુરુવારે બપોરે ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયું હતું. આ આઉટેજના કારણે વિશ્વભરના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ પ્રભાવિત થયા છે. બુધવારે મોડી રાત્રે વોટ્સએપ પણ અચાનક ડાઉન થઈ ગયું, જેના કારણે ઘણા યુઝર્સ મેસેજ મોકલી શક્યા ન હતા. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉન ડિટેક્ટરે ઈન્સ્ટાગ્રામ ડાઉન વિશે માહિતી શેર કરી છે. દુનિયાના ઘણા યુઝર્સ આ અંગેની જાણ કરી રહ્યા છે. આજે બપોરે લગભગ ૧ઃ૩૦ વાગ્યાની આસપાસ આ આઉટેજ શરૂ થયો હતો. ત્યારબાદ તે અંગેના રિપોર્ટ્સનો ગ્રાફ ઝડપથી વધ્યો હતો.


