નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩ની ત્રીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ (ડ્ઢીઙ્મરૈ ઝ્રટ્ઠॅૈંટ્ઠઙ્મ) વચ્ચે ઈકાના સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં લખનૌએ બાજી મારી લીધી છે. ડેવિડ વોર્નરની આગેવાનીમાં દિલ્હી કેપિટલે આ મેચ ૫૦ રનથી હારી છે. લખનૌના બેટ્સમેનોએ આ મેચમાં સારું પ્રદર્શન કરીને સ્કોર ૨૦૦ની નજીક પહોંચાડી દીધો હતો. નિકોલસ પૂરને ટ્રોલર્સને સણસણતો જવાબ આપ્યો છે. ૈંઁન્ ઓક્શન દરમિયાન નિકોલસ પૂરનને જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સે ૧૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો ત્યારે તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. એવા સવાલો પણ ઉઠતા હતા કે આ ખેલાડીમાં લખનૌએ શું જાેયું? એ સમયે પૂરન સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યો હતો. તેના પર ઘણાં મીમ્સ શેર કરવામાં આવતા હતા. દિલ્હી સામે શરુઆતની મેચમાં જ તેણે સારું પ્રદર્શન કરીને ટીમનો સ્કોર ૧૯૩ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પૂરને ૧૭૧ના સ્ટ્રાઈક રેટ સાથે ૩૬ રન બનાવ્યા છે, જેમાં ૩ છગ્ગા અને ૨ ચગ્ગાનો સમાવેશ થાય છે. પૂરન સિવાય તેના સાથી ખેલાડી કાઈલ માયર્સે પણ શાનદાર પ્રદર્શન કરીને માત્ર ૩૮ બોલમાં ૭૩ રન બનાવ્યા છે. લખનૌ સુપર જાયન્ટ્સની બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાવાની છે. ચેન્નાઈએ પોતાની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ સામે ગુમાવી દીધી છે. આવામાં તેમનો આત્મવિશ્વાસ લખનૌ સામે નબળો રહી શકે છે. નિકોલસ પૂરને ફરી એકવાર ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ટીમમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટાર્ગેટ ઊંચો સેટ થયો હોવા છતાં લખનૌના બોલર્સે દિલ્હીના બેટ્સમેનોને રોકી રાખવામાં સફળ થયા હતા. જેમાં માર્ક બૂડે ૪ ઓવરમાં ૩.૫૦ના ઈકોનોમી રેટ સાથે ૧૪ રન આપીને ૫ વિકેટ લીધી છે. આ સિવાય રવિ બિશ્નોઈ અને આવેશ ખાને ૨-૨ વિકેટ ઝડપી હતી. આ મેચમાં જયદેવ ઉનડકટ મોંઘો સાબિત થયો હતો.


