Delhi

IPL 2023 ના ૫ સ્ટાર કેપ્ટનો પર BCCI કરશે કાર્યવાહી!.. તમામ મોટા નામો થયા છે સામેલ

નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩માં ઘણી રોમાંચક મેચો જાેવા મળી છે. છેલ્લા બોલ પર ઘણી મેચોનો ર્નિણય લેવામાં આવ્યો છે. રસાકસી જેવી મેચોમાં ફિલ્ડિંગ કરનારા કેપ્ટન પર ઘણું દબાણ હોય છે. વારંવાર ફિલ્ડિંગમાં ફેરફારને કારણે ઓવરો સમયસર પૂરી થતી નથી અને કેપ્ટનની સાથે મેચ રેફરી ખેલાડીઓને દંડ કરે છે. જાેકે, પહેલા પૈસા કાપવામાં આવે છે, અને તેને પુનરાવર્તિત કરવા પર દંડ બમણો થાય છે, અને જાે તે જ ભૂલ ત્રીજી વખત થાય છે, તો મ્ઝ્રઝ્રૈં કેપ્ટન પર ૧ મેચ માટે પ્રતિબંધ લગાવી શકે છે. લખનૌ સુપર જાયન્ટ્‌સ ટીમના કેપ્ટન કેએલ રાહુલને ગુરુવાર, ૨૦ એપ્રિલના રોજ મેચમાં ધીમી ઓવર રેટ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો, અને નિયમ હેઠળ ૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં ભલે ટીમ જીતી ગઈ પરંતુ કેપ્ટનને તેની સજા ભોગવવી પડી. મેચ રેફરીએ કેએલ રાહુલને ધીમા ઓવર રેટ માટે દોષિત ગણાવીને આ દંડ ફટકાર્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં અત્યાર સુધી ઘણા કેપ્ટનોને ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. આ યાદીમાં ભારત તરફથી રમતા ઘણા સ્ટાર ખેલાડીઓના નામ સામેલ છે. વર્તમાન ૈંઁન્ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં તેને ધીમી ઓવર માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાર્દિક ભારતની ્‌૨૦ ટીમનો કેપ્ટન છે, અને તેને ર્ંડ્ઢૈંમાં વાઇસ-કેપ્ટનની જવાબદારી પણ સોંપવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને પણ ધીમી ઓવર રેટનો ફટકો પડ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૭મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સમયસર ઓવર પૂરી ન કરી શકવા બદલ સંજુ સેમસનને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ માટે મેચ ફીમાંથી ૧૨ લાખ રૂપિયા કાપવામાં આવ્યા હતા. રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સે એક મેચમાં સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી આ એક મેચમાં તે નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરી શક્યો ન હતો, અને તેને નિયમો હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો. રોહિત શર્માએ આ મેચમાં મુંબઈ માટે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરી હતી. સ્લો ઓવર રેટનો નિયમ કહે છે કે, દરેક ટીમના કેપ્ટને ટી૨૦ મેચમાં ૨૦ ઓવરનો ક્વોટા સમયસર પૂરો કરવાનો હોય છે. જાે આમ કરવામાં ન આવે તો, ટીમ નિર્ધારિત સમય કરતાં જેટલી ઓવરો પાછળ રહી જાય છે, તેટલી ઓવરો ખેલાડીએ ૩૦ યાર્ડ સર્કલની અંદર રાખવાની હોય છે. આ ભૂલ માટે કેપ્ટનને પહેલીવાર ૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી વખત તે વધીને ૨૪ લાખ થાય છે અને જાે કેપ્ટન ત્રીજી વખત આ જ ભૂલ કરે છે, તો તેને ૧ મેચનો પ્રતિબંધ ભોગવવો પડી શકે છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *