Delhi

IPL 2023 સ્ટ્રીમિંગ JioCinema પર રહી સુપર હિટ, માત્ર ૩ જ દિવસમાં ૧૪૭ કરોડ વ્યૂઝ આવ્યા

નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન એક નવા અંદાજ સાથે થઈ છે. ટૂર્નામેન્ટની ઉત્તેજના દરેકમાં રોમાંચ પેદા કરી રહી છે. ક્રિકેટ ચાહકોને આ વખતે લાઈવ સ્ટ્રીમિંગની અલગ જ મજા આવી રહી છે. આ વખતે ફૈટ્ઠર્ષ્ઠદ્બ-૧૮ ની માલિકીની ત્ર્નૈ ઝ્રૈહીદ્બટ્ઠ ને ૈંઁન્ ૨૦૨૩ ના લાઇવ સ્ટ્રીમિંગના અધિકારો મળ્યા છે. ટૂર્નામેન્ટના પહેલા જ સપ્તાહમાં ત્ર્નૈ સિનેમા પર લોકોએ લાઇવ સ્ટ્રીમિંગની મજા ખૂબ જ માણી હતી. ત્ર્નૈ સિનેમાને મેચ દરમિયાન માત્ર ૩ દિવસમાં ૧૪૭ કરોડ વીડિયો વ્યૂઝ મળ્યા છે. આ વર્ષની ટુર્નામેન્ટનું ખાસ આકર્ષણ ભોજપુરી કોમેન્ટ્રી રહી છે. ૈંઁન્ની ૧૬મી સિઝન ૧૨ પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત થઈ રહી છે. ત્ર્નૈ સિનેમાએ પ્રથમ વખત ૈંઁન્ જેવી વિશ્વભરની લોકપ્રિય ટુર્નામેન્ટનું ભોજપુરી, પંજાબી, ઉડિયા અને ગુજરાતીમાં મફત સ્ટ્રીમિંગ ઉપલબ્ધ કરાવ્યું છે. વાયકોમ ૧૮ સ્પોર્ટ્‌સના સીઈઓ અનિલ જયરાજે આ અંગે જણાવ્યું હતું કે, “અમને પ્રથમ દિવસે અસાધારણ આંકડા મળ્યા હતા. ભારતમાં જે ડિજિટલ ક્રાંતિ આવી છે તેનો આ સૌથી મોટો પુરાવો છે. ડિજિટલ લક્ષ્યાંક, સંબોધનક્ષમ અને ઇન્ટરેક્ટિવ છે. સૌથી સારી વાત એ છે કે, ડિજિટલ માધ્યમમાં અમે અમારી સાથે જાેડાનારા ગ્રાહકોની ચોક્કસ સંખ્યા જાણી શકીએ છીએ.” ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ૧૬ મિલિયન દર્શકો ત્ર્નૈ સિનેમા સાથે જાેડાયેલા હતા. સૌથી પ્રોત્સાહક બાબત એ છે કે, એક દિવસમાં ૨૫ મિલિયનથી વધુ એપ્સ ડાઉનલોડ કરવામાં આવી હતી. પ્રથમ સપ્તાહના અંતે, લાઇવ સ્ટ્રીમિંગ જાેનારાઓમાં નવા વ્યુઅરશિપ ૧૦૦ મિલિયન હતી.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *