નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩ ઃ દ્ભદ્ભઇ ફજ જીઇૐ ઃૈંઁન્ની ૪૭મી મેચમાં હૈદરાબાદ અને દ્ભદ્ભઇ વચ્ચે ક્લોઝ ફાઈટ જાેવા મળી હતી. છેલ્લી કેટલીક મેચોથી દ્ભદ્ભઇની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી હતી.ટીમને છેલ્લી ૬ મેચમાં માત્ર એક જ જીત મળી હતી. આ સાથે જ ટીમ હૈદરાબાદ સામે પણ જીત માટે સંઘર્ષ સાથે લડતી જાેવા મળી હતી.પહેલા બેટિંગ કરવા ઉતરેલી દ્ભદ્ભઇએ હૈદરાબાદ સામે ૧૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદ તરફથી, હેનરિક ક્લાસેન અને કેપ્ટન એઇડન માર્કરામે ટીમને જીતાડવાની જવાબદારી લીધી. પરંતુ બંને બેટ્સમેનોની વિકેટ પડતાની સાથે જ ટીમ ફંગોળાઈ ગઈ હતી. બોલિંગની વાત કરીએ તો દ્ભદ્ભઇએ શાનદાર શરૂઆત કરી હતી. હૈદરાબાદે તેના ૪ બેટ્સમેન ૧૦૦ની અંદર ગુમાવ્યા હતા. ત્યાર બાદ કેપ્ટન એઈડન માર્કરામે સમજદાર બેટિંગ કરી હતી. તેણે ૪૦ બોલમાં ૪ ચોગ્ગાની મદદથી ૪૧ રન બનાવ્યા હતા. તો બીજી તરફ હેનરિક ક્લાસેન બીજા છેડેથી રન મારતો જાેવા મળ્યો હતો. તેણે માત્ર ૨૦ બોલમાં ૩ સિક્સ અને ૧ ફોરની મદદથી ૩૬ રન બનાવ્યા હતા. દ્ભદ્ભઇની બેટિંગની વાત કરીએ તો નીતિશ રાણાએ ૪૨ રન બનાવ્યા જ્યારે રિંકુ સિંહે પણ ૪૬ રનની ઇનિંગ રમી. કમનસીબે, બંને બેટ્સમેન તેમની અડધી સદી ચૂકી ગયા. હૈદરાબાદની ટીમને છેલ્લી ઓવરમાં ૯ રનની જરૂર હતી. અને ત્યાર બાદ આ મેચ ખૂબ જ રોમાંચક જાેવા મળી હતી. છેલ્લી ઓવરમાં નીતિશ રાણાએ વરુણ ચક્રવર્તી પર એક પ્રકારે સટ્ટો રમ્યો હતો. અને આ ખેલાડીએ મેચની દિશા પલટી નાખી. ચક્રવર્તીએ અબ્દુલ સમદને પેવેલિયનમાં મોકલ્યો અને છેલ્લી ઓવરમાં દ્ભદ્ભઇએ હૈદરાબાદના મોંમાંથી જીત છીનવી લીધી. આ મેચમાં દ્ભદ્ભઇનો ૫ રને વિજય થયો હતો.


