ૈંઁન્ ૨૦૨૨ ની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સ ૧૬મી સિઝનમાં પણ પ્લેઓફની સાવ નજીક પહોંચી ગઈ છે. હાર્દિક પંડ્યા એન્ડ કંપની તેની ૧૩મી મેચ હૈદરાબાદ સામે હોમ ગ્રાઉન્ડ પર રમી હતી. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. શુભમન ગિલે વિરોધી કેપ્ટન એડન માર્કરામના આ ર્નિણયને ખોટો સાબિત કરવાનું શરૂ કર્યું હતુ. શરૂઆતમાં જ સાવ ઓછાં સ્કોર પર રિદ્ધિમાન સાહાની વિકેટ પડ્યા બાદ સાઈ સુદર્શન અને શુભમન ગીલે સદીની ભાગીદારી કરીને હૈદરાબાદને વિકેટ માટે દોડાવ્યું હતું. જાે કે શરૂઆતથી જ સારું બેટિંગ કરી રહેલી ગુજરાતની ટીમ ૨૦૦ રનનો આંકડો આરામથી પાર કરી લેશે એવું લાગતું હતું પરંતુ એવું બની શક્યું નહોતું, જેની પાછળ ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગ જવાબદાર રહી હતી. આ મેચમાં ભુવનેશ્વર કુમારે ૫ વિકેટ ઝડપી હતી. આ ૫ વિકેટમાંથી છેલ્લી ઓવરમાં જ ત્રણ વિકેટો પડી હતી. ભુવનેશ્વરની છેલ્લી ઓવર શાનદાર રહી હતી કારણ કે ૨૦ મી ઓવરમાં તેણે એક રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને એક બેટ્સમેનને રન આઉટ કર્યો હતો. આ ઓવરનાં પહેલા બે બોલે વિકેટ પડી હતી. ભુવનેશ્વરે પ્રથમ બોલ પર સેન્ચુરી બેટર ગિલને અને બીજા બોલે ડેન્જરસ હીટર બેટ્સમેન અને છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર રાશિદ ખાનને આઉટ કર્યો હતો. ત્રીજા બોલે પણ નૂર એહમદને રનઆઉટ કરવામાં થ્રો મારીને તેણે મહત્વની ભૂમીકા ભજવી હતી અને પાંચમા બોલે મોહમ્મદ શમીને આઉટ કર્યો હતો. શુભમન ગિલે લખનૌ સામેની છેલ્લી મેચમાં હોમ ગ્રાઉન્ડ પર પણ પોતાની આગ ફેલાવી હતી. જાેકે, અંતે તે પોતાની સદીથી માત્ર ૬ રન દૂર રહ્યો હતો. તે મેચમાં ગિલે માત્ર ૫૧ બોલમાં ૨ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૯૪ રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ હૈદરાબાદ સામે અમદાવાદમાં ગીલે સદીની એ ખોટ ચૂકવી દીધી છે. શુભમને માત્ર ૫૬ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી. આ સદી બાદ ગિલે ઓરેન્જ કેપ રેસમાં યુવા સેન્ચુરિયન યશસ્વી જયસ્વાલને પણ પાછળ છોડી દીધો છે. આ યાદીમાં તે બીજા સ્થાને છે. શુભમન ગિલે આ વર્ષે ટી૨૦ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે સદી ફટકારી છે. પરંતુ હવે તેણે આઈપીએલમાં પણ સદી ફટકારી છે. ગુજરાતનો યુવા બેટ્સમેન સાઈ સુદર્શન કેટલીક મેચો માટે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. પરંતુ આ મેચમાં તેણે શાનદાર વાપસી કરી છે. યુવા બેટ્સમેને આવતાની સાથે જ અડધી સદી રમી હતી. બંને બેટ્સમેનોની શાનદાર બેટિંગના કારણે ગુજરાતે હૈદરાબાદ સામે ૧૮૯ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જાે કે છેલ્લે છેલ્લે હૈદરાબાદની બોલિંગ સારી રહી હતી એટલે એક સમયે જે ૨૦૦ થી વધારે રનની અપેક્ષા ગુજરાત ટાઈટન્સને હતી એ પૂરી થઈ શકી નહોતી. તો ગુજરાત આ મેચ જીતીને પ્લેઓફમાં પ્રવેશ કરવા માટે જાેર લગાવતું દેખાયું હતું., જ્યારે હૈદરાબાદ જાે હારે તો પ્લેઓફની રેસમાંથી બહાર થનારી બીજી ટીમ સાબિત થાય તેવી સ્થિતિ હતી.


