નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. જાેકે, ૧૧૫ રનના નાના લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમે ચોક્કસપણે ૫ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ પોતાની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ઓપનિંગમાં મોકલ્યો હતો. ઈશાને ટીમને નિરાશ ન કર્યો અને અડધી સદીની ઇનિંગ રમી. ઈશાન કિશને ૪૬ બોલમાં ૫૨ રન બનાવ્યા હતા. ૭ ચોગ્ગા અને એક છગ્ગો માર્યો. આ પહેલા ઈશાને બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. એટલે કે, આ તેની સતત બીજી અડધી સદી છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝમાં અન્ય ઓપનર શુભમન ગિલનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. તે ૧૬ બોલમાં ૭ રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા ટેસ્ટ સિરીઝમાં ગિલે ૩ ઇનિંગ્સમાં ૬, ૧૦ અને અણનમ ૨૯ રન બનાવ્યા હતા. મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝે ૧૧૪ રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૫ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઈશાન કિશન ડાબા હાથનો બેટ્સમેન છે. ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી ટોપ ઓર્ડરમાં ડાબા હાથના બેટ્સમેનોને સામેલ કરવાની વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈશાન હવે શુભમન ગિલથી લઈને કેએલ રાહુલ સુધી દરેક માટે મુશ્કેલી બની શકે છે. રાહુલ અત્યારે વિકેટકીપર તરીકે વર્લ્ડકપ રમવાની રેસમાં સૌથી આગળ છે, પરંતુ તે ઈજાના કારણે હાલમાં ટીમની બહાર ચાલી રહ્યો છે. શુભમન ગિલની છેલ્લી ૫ ર્ંડ્ઢૈં ઇનિંગ્સ વિશે વાત કરીએ તો, તે માત્ર એક જ વાર ૫૦ થી વધુ રન બનાવી શક્યો છે. ગિલે જાન્યુઆરીમાં ઈન્દોરમાં ન્યૂઝીલેન્ડ સામે ૧૧૨ રન બનાવ્યા હતા. આ પછી તેણે ૪ ઇનિંગ્સમાં ૨૦, ૦, ૩૭ અને ૭ રન બનાવ્યા છે. ૨૫ વર્ષીય ઈશાન કિશનની વાત કરીએ તો તે ર્ંડ્ઢૈંમાં માત્ર ૪ ઇનિંગ્સમાં ઓપનિંગ કરવા આવ્યો છે. આ દરમિયાન તેણે બેવડી સદી અને એક અડધી સદી ફટકારી છે. એકંદરે, તેણે ર્ંડ્ઢૈંની ૧૪ ઇનિંગ્સમાં ૪૩ની એવરેજથી ૫૬૨ રન બનાવ્યા છે. એક સદી અને ૪ અડધી સદી ફટકારી છે. લિસ્ટ-એ ક્રિકેટની વાત કરીએ તો ઓપનર તરીકે ઈશાન કિશનનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. એકંદરે, તેણે ૮૮ લિસ્ટ-એ ઇનિંગ્સમાં ૩૮ની સરેરાશથી ૩૧૧૧ રન બનાવ્યા છે. ૫ સદી અને ૧૬ અડધી સદી ફટકારી છે. હવે વાત કરીએ કે. એલ રાહુલની. તે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એશિયા કપમાંથી પરત ફરે તેવી શક્યતા છે. ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે તેણે સારું પ્રદર્શન કરવું પડશે. છેલ્લા એક વર્ષમાં તેણે નંબર-૪ એટલે કે મિડલ ઓર્ડરમાં ૩ ઇનિંગ્સમાં ૧૮૯ રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બાકીની ૨ વનડે મેચ શુભમન ગિલ માટે મહત્વની બનવાની છે. તેણે વનડેમાં બેવડી સદી પણ ફટકારી છે. ૨૦૦૭ ્૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર આરપી સિંહે જિયો સિનેમા પર કહ્યું કે, ગિલનું ખરાબ ફોર્મ ટીમ માટે સારું સંકેત નથી.


