નવીદિલ્હી
ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડ થયેલા ચંદ્રયાન ૩ને (ઝ્રરટ્ઠહઙ્ઘટ્ઠિઅટ્ઠટ્ઠહ ૩) ફરી એકવાર મોટી સફળતા મળી છે. રોવર પ્રજ્ઞાન પર સવાર લેસર-પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (ન્ૈંમ્જી) સાધનએ દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફર (જી) ની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. છઙ્મ, ઝ્રટ્ઠ, હ્લી, ઝ્રિ, ્ૈ, સ્હ, જીૈ સહિત ઓક્સિજનની હાજરી પણ અપેક્ષિત છે. જ્યારે હાઈડ્રોજન (ૐ) ની શોધ ચાલુ છે. પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર જીવન માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા આ તત્વની શોધ કરી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ૈંજીઇર્ં) એ મંગળવારે કહ્યું કે પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્ર પર ઓક્સિજનની હાજરીની પુષ્ટિ થઈ છે. પ્રજ્ઞાન રોવરમાં ફીટ કરાયેલા ‘લેસર-ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ’ (ન્ૈંમ્જી) ઉપકરણ દ્વારા ઓક્સિજનની શોધ કરવામાં આવી હતી. રોવરે પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે. હાલમાં જ ચંદ્રયાન ૩ના પ્રજ્ઞાન રોવરની મદદથી ચંદ્રની સપાટી પર માઈનસ ૧૦થી ૭૦ ડિગ્રી સુધી તાપમાન હોવાની શોધ થઈ હતી. આ મહત્વની જાણકારી બાદ ફરી એકવાર ઈસરોને મોટી સફળતા મળી છે. ચંદ્ર પર ઓક્સિજન હોવાનો પૂરાવા મળવા એ ચંદ્ર પર માનવજીવનની સંભાવના પ્રબળ કરે છે.
કેવી રીતે થઈ ઓક્સિજનની શોધ?.. જે જણાવીએ, ભારતીય અવકાશ એજન્સીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ન્ૈંમ્જી એક વૈજ્ઞાનિક ટેકનિક છે, જેના દ્વારા લેસર પલ્સ વડે સામગ્રીને નિશાન બનાવીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. ઉચ્ચ ઊર્જા લેસર પલ્સ સામગ્રીની સપાટીના એક ભાગ પર કેન્દ્રિત છે. આ સામગ્રી કોઈપણ ખડક અથવા માટી હોઈ શકે છે. આ દરમિયાન, લેસર પલ્સ ઘણી બધી ગરમી અને પ્લાઝ્મા ઉત્પન્ન કરે છે, જે સામગ્રીની રચના બનાવે છે. જ્યારે લેસર પલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પ્લાઝ્મા લાઇટ ઉત્પન્ન થાય છે, જે ડિટેક્ટર દ્વારા શોધી કાઢવામાં આવે છે. વાસ્તવમાં, જ્યારે દરેક સામગ્રી પ્લાઝ્મા અવસ્થામાં જાય છે, ત્યારે એક ખાસ પ્રકારનો પ્રકાશ નીકળે છે, જેના આધારે તે સામગ્રીમાં કયા તત્વો છે તે જણાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા જ ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીનમાં ઓક્સિજન, સલ્ફર જેવા તત્વો મળી આવ્યા છે.