Delhi

૪ દિવસમાં ‘જેલર’, ’ગદર ૨’ની છપ્પરફાડ કમાણી

નવીદિલ્હી
મનોરંજનની દુનિયામાં આ દિવસો ખાસ બની ગયા છે. શુક્રવારના રોજ રિલીઝ થયેલી ફિલ્મનું કલેક્શન જાેરદાર છે. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર માત્ર ૪ દિવસમાં ૪૦૦ કરોડથી પણ વધારે કલેક્શન કરી લીધુ છે. આમાં રજનીકાંતની જેલર અને સની દેઓલની ગદર ૨ સૌથી આગળ છે. બન્ને કલાકારોના ફેન ફોલોઇંગ બહુ છે, જેની સીધી અસર કલેક્શન પર જાેવા મળી રહી છે. જેલર અને ગદર ૨ પછી અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી ૨ ત્રીજા નંબર આવે છે. ફિલ્મની કહાની દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે. રજનીકાંતની ફિલ્મ જેલર ૧૦ ઓગસ્ટના રોજ રિલીઝ થઇ હતી, જ્યારે એક દિવસ પછી એટલે ૧૧ ઓગસ્ટના રોજ ગદર ૨, ઓએમજી ૨ રિલીઝ થઇ હતી. સૌથી પહેલાં જેલર મુવીના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મએ ૩ દિવસમાં ુર્ઙ્મિઙ્ઘુૈઙ્ઘી ૨૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજા નંબર પર સની દેઓલની ગદર ૨ છે. ગદરને પહેલા પાર્ટ જેવો જાેરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મએ અત્યાર સુધીમાં ઇન્ડિયા કલેક્શન ૧૫૨ કરોડ રૂપિયા છે. અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી ૨ સની દેઓલની ગદર ૨ સામે ઉતરી હતી અને આની અસર કલેક્શન પર જાેવા મળી. ફિલ્મની કહાની લોકોને પ્રભાવિત કરી રહી છે. ઇન્ડિયન કલેક્શન લગભગ ૭૫ કરોડ રૂપિયા છે. જાે કે ગદર ૨ના આ કલેક્શનનો આંકડો જાણીને લોકો છક થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં સિનેમાઘરોમાં ફુટફોલ પણ વધારે જાેવા મળ્યો. ૪ દિવસમાં જેલર મુવીનું ૯૩ લાખ, ગદર ૨નું ૭૦ લાખ, ઓએમજી ૨નું ૨૦ લાખ ટિકિટનું વેચાણ થયુ છે. આ સિવાય ઝ્રરિૈર્જંॅર્ીિ દ્ગઙ્મટ્ઠહ ની ફિલ્મ ર્ંॅॅીહરીૈદ્બીિ ની અઠવાડિયામાં લગભગ ૧ લાખ ટિકિટનું વેચાણ થયુ છે. મળતી માહિતી અનુસાર ૪ દિવસોમાં આ બધી ફિલ્મોના કલેક્શનનો આંકડો ૪૦૦ કરોડથી પણ વધારે રહ્યો છે. આમ, ૧૫ ઓગસ્ટની રજાઓમાં હજુ પણ વધારે કલેક્શન કરી શકે છે. ખાસ કરીને રજનીકાંતની જેલર અને સની દેઓલની ગદર ૨ આ લિસ્ટમાં મોખરે છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *