Delhi

KCRએ પટનામાં વિપક્ષી બેઠકનો કર્યો બહિષ્કાર, શાહની મીટિંગમાં મુલાકાત

નવીદિલ્હી
તેલંગાણાના સીએમ કેસીઆરએ કેન્દ્રીય બેઠકોનો બહિષ્કાર સમાપ્ત કરવાનો ર્નિણય લીધો. તેમની ભાજપ સાથે પણ થોડી ઘણી કેમેસ્ટ્રી પણ રહી છે. ત્યારે નવેમ્બર ૨૦૨૦ પછી, કેસીઆરે કેન્દ્રની બેઠકનો સતત બહિષ્કાર કર્યો હતો પણ હવે તે બહિષ્કાની નીતીને સમાપ્ત કરવા માંગે છે અને ભાજપ તરફ હાથ લંબાવી રહ્યા હોવાની પણ અટકળો ફેલાય રહી છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે મણિપુર હિંસા અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી ત્યારે આ મીટિંગમાં કેસીઆરે હાજરી આપવા માટે એક પ્રતિનિધિ મોકલ્યો હતો. બે વર્ષ બાદ કેસીઆરએ નિકટતા વધારવાના પ્રયાસ કર્યા હોવાનું જણાય રહ્યું છે.એક સમય એવો હતો જ્યારે કેસીઆર ત્રીજાે મોરચો બનાવવામાં સૌથી આગળ હતા. પરંતુ હવે તેમણે વિપક્ષી એકતા છોડીને તેલંગાણા વિકાસ મોડલ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. શુક્રવારે પટનામાં વિપક્ષી પાર્ટીઓની મોટી બેઠક યોજાઈ હતી જેમાં કેસીઆર અને તેમની પાર્ટીએ હાજરી આપી ન હતી. કેસીઆર પીએમ મોદી પર સતત હુમલો કરતા રહ્યા છે. પરંતુ ૧૫ જૂને નાગપુરમાં પાર્ટીના કાર્યક્રમ દરમિયાન તેમના સૂર બદલાયા હતા અને પીએમ મોદીને સારા મિત્ર કહીને સંબોધીત કર્યા હતા. જ્યારે બીજેપીને લોકસભા ચૂંટણીમા કરારી હાર આપવા પટનામાં વિપક્ષી ૧૬ પાર્ટીઓના નેતાઓ એક છત નીચે આવી ગયા, તે જ સમયે કેસીઆરના પુત્ર અને તેલંગાણાના મંત્રી કેટી રામારાવ નવી દિલ્હીની બે દિવસની મુલાકાતે પહોચ્યા છે. હવે ત્યા અમિત શાહને મળી શકે છે.કેસીઆરના પુત્ર દિલ્હીની મુલાકાતે છે ત્યારે આ દરમિયાન તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા. આ પછી તેમનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવાનો પણ કાર્યક્રમ છે. અમિત શાહે નવી દિલ્હી સંસદની લાઇબ્રેરીમાં મણિપુર હિંસા પર બેઠક યોજી હતી. કેસીઆરએ તેમના વતી વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ બી વિનોદને મોકલ્યા હતા. બે વર્ષ બાદ કેસીઆર કેન્દ્રીય બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે કેસીઆર અને તેમની પાર્ટી ભાજપ તરફ હાથ લંબાવે તો નવાઈની વાત નહી!સૂત્રોનું માનવું છે કે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેસીઆરની પુત્રી કવિતાનું નામ સામે આવ્યા બાદ કેસીઆરે પોતાનો ર્નિણય બદલ્યો હશે. ઇડીએ તેની બે વખત પૂછપરછ કરી છે અને બે ચાર્જશીટમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું છે. તેની ધરપકડના સમાચાર આવી રહ્યા હતા. જાે કે એપ્રિલમાં જ્યારે ત્રીજી ચાર્જશીટ દાખલ કરવામાં આવી ત્યારે તેમાં કે કવિતાનું નામ સામેલ નહોતું. તેલંગાણામાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં બીઆરએસ સાથે ભાજપની કથિત નિકટતા પણ ભાજપ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના નેતા કોમાતિરેડ્ડી રાજગોપાલ રેડ્ડી અને ઈટાલા રાજેન્દ્ર કોંગ્રેસમાં સામેલ થવા પર વિચાર કરી રહ્યા છે. જે તાજેતરમાં જ તેલંગાણા ભાજપમાં જાેડાયા હતા. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે મતદારોને અલગ રીતે લાગ્યું કે જાે મ્ઇજી અને ભાજપ વચ્ચે પ્રેમ વધ્યો છે, તો તે કોંગ્રેસ તરફ વળી શકે છે. તેનાથી કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં મદદ મળી શકે છે.

Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *