Delhi

કિયારા રેમ્પ વોકનો વિડીયો વાઈરલ, સૌની સામે સાસુ માટે કિયારાનો પ્રેમ વરસ્યો

નવીદિલ્હી
કિયારા અડવાણી હાલમાં જ દિલ્હી ખાતે આયોજિત ફેશન શોમાં સામેલ થઇ હતી. આ શોમાં પોતાની વહુને સપોર્ટ કરવા માટે તેની સાસુમા પણ આવી હતી. આ ફેશન શોથી કિયારા અડવાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જાેયા બાદ એક્ટ્રેસના ફેન્સ તેના પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યાં છે. વીડિયોમાં કિયારા અને તેની સાસુ વચ્ચેની ખાસ બોન્ડિંગ જાેવા મળી રહી છે. વીડિયોમાં જાેઇ શકાય છે કે કિયારા અડવાણી પિંક કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં એકદમ ખૂબસૂરત અને ગ્લેમરસ લાગી રહી છે. જ્યારે તે રેમ્પ પર વોક કરે છે, તો તેની સામે બેઠેલી સાસુમાને ફ્લાઇંગ કિસ આપે છે. તેવામાં સાસુ પણ વહુ કિયારાને ફ્લાઇંગ કિસ આપીને તેના પર પ્રેમ વરસાવે છે. તેવામાં ફેશન શોમાં રેમ્પ વોક કર્યા બાદ કિયારા તેની સાસુને મળે છે અને તેને હગ કરે છે. ફેન્સને સાસુ સાથે કિયારાની આ બોન્ડિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. જણાવી દઇએ કે, કિયારા અડવાણી મુંબઇમાં પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રહે છે, જ્યારે તેના સાસુ-સસરા દિલ્હીમાં રહે છે. કિયારા અડવાણી હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’માં જાેવા મળી હતી, જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. ભૂલ ભૂલૈયા ૨ પછી સત્ય પ્રેમ કી કથામાં કાર્તિક આર્યન સાથે કિયારા અડવાણીની ઓન સ્ક્રીન જાેડીને ઓડિયંસે ફરી એકવાર વખાણી છે. ચર્ચા છે કે સત્યપ્રેમ કી કથા પછી હવે કિયારા અડવાણી વોર ૨માં જાેવા મળશે. આ ફિલ્મમાં ઋતિક રોશન, જુનિયર એનટીઆર અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં જાેવા મળશે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *