નવીદિલ્હી
રિંકુ સિંઘ કે જેણે અંતિમ ઓવરમાં જબરજસ્ત પ્રદર્શન કરીને દ્ભદ્ભઇને ય્ સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તે હજુ પણ ચર્ચામાં છે. હવે આ ખેલાડીને ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે મહત્વની સલાહ આપી છે. જેનો અમલ કરીને તે મહાન ખેલાડી બની શકે છે. ૭૩ વર્ષના ભારતીય ટીમના એક સમયના દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે રિંકુ સિંહને સુવર્ણ સલાહ આપી છે. ઘણાં એવા ખેલાડી ક્રિકેટની દુનિયામાં આવે છે અને ટૂંકા સમયમાં ચમકી જતા હોય છે પરંતુ સમય જતા તેઓ ભૂલાઈ જતા હોય છે. હાલના સમયમાં કોલકાતાની ટીમના રિંકુ સિંહની ભારે ચર્ચા થઈ રહી છે. તેણે દ્ભદ્ભઇ માટે મહત્વની ઈનિંગ્સ રમી છે. રિંકુએ ૈંઁન્ ૧૬માં ૬ મેચમાં ૧૭૪ રન બનાવ્યા છે. લેફ્ટ હેન્ડ બેટ્સમેને ગુજરાત સામેની મેચમાં ગજબની કમાલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ પછી રિંકુ રાતોરાત સ્ટાર બની ગયો છે. આ બધાની વચ્ચે દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે રિંકુન મહત્વની સલાહ આપી છે, જેના ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે મિડ ડેમાં લખેલી કોલમમાં કહ્યું છે કે, નિશ્ચિતરીતે તેના (રિંકુ) પર લોકોની નજર રહેવાની છે. હાલમાં તેમણે જે કર્યું છે તે પછી લોકોની આશા વધી ગઈ છે. અચાનક મળેલી લાઈમલાઈટને ક્રિકેટર તથા તેમનો પરિવાર કઈ રીતે સંભાળે છે તે મહત્વનું રહેશે. જેના દ્વારા માલુમ પડશે કે ખેલાડી કઈ રીતે પોતાના કરિયરમાં આગળ વધે છે. કોઈ પણ ખેલાડી પોતાની સફળતાની મોજ માણતા હોય છે, આમ કરવું કંઈ ખોટું નથી, પરંતુ એ બાબતનું ધ્યાન રાખવું જાેઈએ કે દિવસ બાદ રાત આવતી હોય છે. પડ્યા પછી કોઈ પોતાની રીતે કઈ રીતે ઉઠે છે તે સૌથી મહત્વનું છે. રિંકુ સિંહે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં યશ દલાલની ઓવરમાં ૫ છગ્ગા મારીને મોટી જીત અપાવી હતી. તેણે આમ કરીને ચેમ્પિયન ટીમના હાથમાંથી જીત ખેંચી લીધી હતી. આ પછી રિંકુએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અડધી સદી રમી હતી. તેણે હાલની સિઝનમાં ૪૬, ૪૮ અને ૫૮ રનની ઈનિંગ્સ રમી છે. આ સિઝનમાં સળંગ તોફાની બેટિંગ કરનારો રિંકુ દિલ્હી સામેની મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તે ૮ બોલમાં માત્ર ૬ રન જ બનાવી શખ્યો હતો. જાેકે, આ સમયે ટીમને તેની પાસેથી મોટી આશા હતી, કારણ કે ટીમ લો સ્કોર પર સમેટાઈ ગઈ હતી અને દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે દિલ્હીએ ૫ હાર બાદ ખાતું ખોલ્યું છે. ગાવસ્કરે આગળ લખ્યું છે કે, “મુશ્કેલીના સમયમાં પરિવાર અને મિત્રોનો મહત્વનો રોલ હોય છે. તમારો પરિવાર જ છે કે જે તેમને ઉપર લાવે છે અને તમારો આત્મવિશ્વાસ વધારે છે અને તમે આગળ વધો છો. જ્યારે આમ થાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ મહાન ખેલાડી બને છે અને સિક્કાની બે બાજુ સમજવા માટે તૈયાર થાય છે, કારણ કે ઘણાં લોકો એવા છે કે જે સફળતા હાંસલ કર્યા બાદ ફિકા પડી જતા હોય છે, કારણ કે તેમને પરિવાર અને મિત્રોનું સમર્થન મળતું નથી.”


