Delhi

ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટાર બોલર વેંકટેશ પ્રસાદ વિષે જાણો રસપ્રદ વાતો..

નવીદિલ્હી
ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટાર બોલર વેંકટેશ પ્રસાદનો જન્મ ૫ ઓગસ્ટ, ૧૯૬૯ના રોજ કર્ણાટકમાં થયો હતો. વેંકટેશ આજે ૫૩ વર્ષના થઈ ગયા છે. વેંકટેશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તેઓ કોમેન્ટ્રી કરતાં જાેવા મળે છે. વેંકટેશે તેમની કારકિર્દીમાં અદ્ભુત કારનામા કર્યા છે. તેમણે પોતાની કારકિર્દીમાં પાકિસ્તાન સામેની લગભગ દરેક મેચમાં સારી બોલિંગ કરી છે. પ્રસાદે ઉંમરમાં ૯ વર્ષ મોટી ડિવોર્સી સાથે લગ્ન પણ કર્યા હતા. જ્યારે વેંકટેશ પ્રસાદ પાકિસ્તાન સામે બોલિંગ કરવા જતા ત્યારે તે વધુ ખતરનાક બની જતા હતા. પ્રસાદે પાકિસ્તાન સામે ૨૯ વનડેમાં ૪૩ વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેમની સરેરાશ માત્ર ૨૮ની રહી છે જ્યારે ઇકોનોમી ૪ છે. વેંકટેશે ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપ ૧૯૯૯માં માન્ચેસ્ટરમાં પાકિસ્તાન સામે ૯.૩ ઓવર બોલિંગ કરીને ૫ વિકેટ લીધી હતી. આ તેમની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ હતો. ભારતે આ મેચ જીતી હતી. વેંકટેશ પ્રસાદની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે. તેમણે તેમની ઉંમર કરતાં ૯ વર્ષ મોટી ડિવોર્સી મહિલા સાથે લગ્ન કર્યા હતા. પ્રસાદે ૧૯૯૬માં જયંતિ ગુપ્તા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ લવ સ્ટોરીની શરુઆત કરાવનાર બીજાે કોઇ નહીં પરંતુ અનિલ કુંબલે છે. કુંબલેએ આ બન્નેની પહેલીવાર મુલાકાત કરાવી હતી.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *