નવીદિલ્હી
ભારત પાકિસ્તાન મેચ પહેલા એક મોટી ચેલેન્જ સામે આવી ગઇ છે. પાકિસ્તાનનાં ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ ર્ંડ્ઢૈં ક્રિકેટમાં વિશ્વનો નંબર-૧ બેટ્સમેન છે. તે લગભગ ૨ વર્ષથી ટોચ પર જ છે. બુધવારથી એશિયા કપ શરૂ થયો છે. ૨૮ વર્ષીય બાબર આઝમે નેપાળ સામે ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં સદી ફટકારીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. આ તેની ર્ંડ્ઢૈં કારકિર્દીની ૧૯મી સદી છે. આ સદી સાથે તેણે ૫ મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. બાબર આઝમ એશિયા કપમાં કેપ્ટન તરીકે ૧૫૦ કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ ૨૦૧૪માં બાંગ્લાદેશ સામે ૧૩૬ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બાબર ૧૩૧ બોલમાં ૧૫૧ રન બનાવીને નેપાળ સામે આઉટ થયો હતો. ૧૪ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વનડેમાં ૧૯ સદી ફટકારવા માટે ૧૦૨ ઇનિંગ્સ લીધી હતી. આ સાથે તે સૌથી ઓછી ઇનિંગ્સમાં આવું કરનાર ખેલાડી બની ગયો છે. બાબરે વિરાટ કોહલીથી લઈને એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધા છે. દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાએ ૧૦૪, વિરાટ કોહલીએ ૧૨૪, ડેવિડ વોર્નરે ૧૩૯ અને એબી ડી વિલિયર્સે ૧૭૧ ઇનિંગ્સમાં ૧૯-૧૯ સદી ફટકારી હતી. પાકિસ્તાન વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બાબર આઝમની આ ૩૧મી સદી છે. આ સાથે તેણે જાવેદ મિયાંદાદ અને સઈદ અનવરની બરાબરી કરી લીધી છે. બંને દિગ્ગજ ખેલાડીઓએ ૩૧-૩૧ સદી પણ ફટકારી છે. પાકિસ્તાન તરફથી યુનિસ ખાને સૌથી વધુ ૪૧ સદી ફટકારી છે. મોહમ્મદ યુસુફ ૩૭ સદી સાથે બીજા અને ઈન્ઝમામ ઉલ હક ૩૫ સદી સાથે ત્રીજા સ્થાને છે. બાબર સંયુક્ત રીતે ચોથા સ્થાન પર છે. સઈદ અનવરે પાકિસ્તાન માટે ર્ંડ્ઢૈંમાં સૌથી વધુ ૨૦ સદી ફટકારી છે. બીજી તરફ બાબર આઝમે માત્ર ૧૦૨ ઇનિંગ્સમાં ૧૯ સદી પૂરી કરી છે. એટલે કે તેઓ ટૂંક સમયમાં જ અનવરનો રેકોર્ડ તોડી નાખશે. બાબરે ર્ંડ્ઢૈં ક્રિકેટમાં કેપ્ટન તરીકે પાકિસ્તાન માટે સૌથી વધુ ૮ સદી ફટકારી છે. અઝહર અલી ૩ સદી સાથે બીજા નંબર પર છે. બાબર આઝમે ટેસ્ટ, ર્ંડ્ઢૈં અને ્૨૦ ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે કુલ ૧૫ સદી ફટકારી છે. પાકિસ્તાનનો અન્ય કોઈ કેપ્ટન ૧૦ સદી સુધી પણ પહોંચી શક્યો નથી. જાે આપણે ર્ંડ્ઢૈં ક્રિકેટમાં ૫ હજારથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની એવરેજ જાેઈએ તો માત્ર બાબર આઝમની એવરેજ ૫૯થી ઉપર છે. બાબર આઝમે અત્યાર સુધી ર્ંડ્ઢૈંની ૧૦૨ ઇનિંગ્સમાં ૫૯.૪૭ની એવરેજથી ૫૩૫૩ રન બનાવ્યા છે. તેણે ૧૯ સદી અને ૨૮ અડધી સદી ફટકારી છે. એટલે કે તેણે ૪૭ વખત ૫૦થી વધુ રનની ઇનિંગ્સ રમી છે. ભારતીય દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ૫૭.૩૨ની એવરેજ સાથે બીજા સ્થાને છે. કોહલીએ ૨૬૫ ઇનિંગ્સમાં ૪૬ સદી અને ૬૫ અડધી સદી ફટકારી છે. બાબર આઝમે આ મેચમાં પોતાની અડધી સદી પૂરી કરવા માટે ૭૨ બોલનો સામનો કર્યો હતો. તેણે પછીના ૫૦ રન ૩૭ બોલમાં બનાવ્યા. બાબરે ૧૦૦થી ૧૫૦ રન સુધી પહોંચવામાં માત્ર ૨૦ બોલ લીધા હતા. મેચમાં પહેલા રમતા પાકિસ્તાને ૬ વિકેટે ૩૪૨ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

