નવીદિલ્હી
સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાય છે, પરંતુ હાલના સમયમાં ચારેય તરફ વિરાટ કોહલી (ફૈટ્ઠિં ર્દ્ભરઙ્મૈ) ની બોલબાલા છે. કિંગ કોહલીની વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. જાેકે, વિરાટ કોહલી પોતે એમ માને છે કે તે બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ શ્રેષ્ઠ છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારના જણાવ્યા અનુસાર, ટી ટાઈમ દરમિયાન કોહલી પોતાને સર્વશ્રેષ્ઠ બોલર માને છે. જાેકે, ભુવનેશ્વરે એમ પણ જણાવ્યું કે તેઓ એ બાબતે ચિંતિત રહે છે કે કે ભારતીય સ્ટાર તેની બોલિંગ એક્શનને કારણે પોતાને ઈજા ન પહોંચાડી બેસે. જણાવી દઈએ કે સોમવારે મુંબઈ ખાતે એક ઈવેન્ટ દરમિયાન ભુવનેશ્વર કુમારે જણાવ્યું કે, “વિરાટ કોહલીને લાગે છે કે તે ભારતીય ટીમનો શ્રેષ્ઠ બોલર છે.” “જ્યારે તે બોલિંગ કરે છે, ત્યારે અમને હંમેશા ડર રહે છે કે કોહલી ક્યાંક તેની બોલિંગ એક્શનને કારણે ઈજાગ્રસ્ત ન થઇ જાય.” ગ્રાઉન્ડ પર અગ્રેસિવ વર્તન કરતા વિરાટ કોહલી વિરોધી ટીમને ટક્કર આપવામાં અવ્વલ રહે છે. તે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ અને ૈંઁન્ની ઘણી એવી મેચનો ભાગ રહ્યો છે, જેમાં ગ્રાઉન્ડ પર ચડસા-ચડસી થઇ હોય. જેમાં સૌથી જાણીતો મુદ્દો કોહલી અને ગંભીર વચ્ચેનો છે. લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ૈંઁન્ ૨૦૨૩માં રમાયેલી મેચ બાદ કોહલી અને ગૌતમ ગંભીરે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે ભુવનેશ્વરે કોહલીની વૈકલ્પિક કારકિર્દી તરીકે કુશ્તીનું સૂચન કર્યું હતું. આમ તો તેની આ વાતમાં નવાઈ નથી કે જાે કોહલીએ ક્રિકેટર બનવાના તેના સ્વપ્નને અનુસર્યું ન હોત તો તે ચોક્કસથી કુશ્તીબાજ હોત. ભુવનેશ્વરે કહ્યું હતું કે, “જાે તે ક્રિકેટર ન હોત તો તે કુસ્તીબાજ હોત.” ઉલ્લેખનીય છે કે, તમામ ત્રણ ફોર્મેટમાં વિરાટ કોહલી ૭૬ સદીઓ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં ઓલ ટાઈમ સેન્ચુરી મેકર્સની યાદીમાં બીજા ક્રમે છે. આ યાદીમાં પ્રથમ ક્રમે સચિન તેંડુલકર (જીટ્ઠષ્ઠરૈહ ્ીહઙ્ઘેઙ્માટ્ઠિ) છે, જેમણે ૧૦૦ સદીઓ ફટકારીને નિવૃત્તિ જાહેર કરી હતી. એક સમય એવો હતો જ્યારે કોહલી દરેક મેચ સાથે તેંડુલકરના ૧૦૦ સદીના રેકોર્ડની નજીક આવતો જતો હતો, પરંતુ લાંબા સમય સુધી કોહલીનું ફોર્મ નબળું રહેવાના કારણે હવે ૧૦૦ શતકની સંભાવના મુશ્કેલ લાગી રહી છે. જાેકે, સચિન તેંડુલકરનો એક એવો રેકોર્ડ પણ છે, જેને કોહલી તોડી શકે છે. વિરાટ કોહલીએ તેની વન ડે કારકિર્દીમાં અત્યાર સુધીમાં ૪૬ સદી ફટકારી છે અને ત્યારે સચિન તેંડુલકરના ૪૯ વન ડે સદીઓનો રેકોર્ડ સાથે લેવલ કરવા માટે તેને વધુ ૩ સદીની જરૂર છે. જાે વિરાટ કોહલી સતત પોતાનું સારું પ્રદર્શન જાળવી રાખે તો તે આગામી ૨ મહિનામાં સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડી શકે છે.