Delhi

કોહલીની શાનદાર સદી, ૫૦૦મી ઇન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્‌સમેન

નવીદિલ્હી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલીએ સદી પૂરી કરી છે. તેણે પોતાની ૫૦૦મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારીને પોતાની કારકિર્દીમાં વધુ એક યશ કલગી ઉમેરી છે. કોહલી ૫૦૦મી મેચમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્‌સમેન છે. તેના પહેલા ૯ ખેલાડીઓ ૫૦૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે પરંતુ કોઈ પણ સદી ફટકારી શક્યું નથી. લગભગ ૪ વર્ષ બાદ વિરાટે ટેસ્ટમાં ઘરની બહાર સદી ફટકારી છે. કોહલીની સદી બાદ રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ટેસ્ટમાં ૧૯મી ફિફ્ટી ફટકારી છે. કોહલી પ્રથમ દિવસે ૮૭ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. પ્રથમ દિવસે કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની શાનદાર ઓપનિંગ ભાગીદારી બાદ ટીમ ઈન્ડિયાએ ઝડપી વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ અને અજિંક્ય રહાણે ફરી નિષ્ફળ રહ્યા હતા. આ પછી રવિન્દ્ર જાડેજાએ વિરાટ કોહલી સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ભારતની વિકેટ પડવા ન દીધી. જાડેજા ૩૬ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં બીજા દિવસે તેની નજર પણ મોટી ઇનિંગ્સ રમવા પર હશે. વિરાટ કોહલી ૫૦૦મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી છે. તેના પહેલા ૯ ખેલાડીઓ ૫૦૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ સદી ફટકારી શક્યું નથી. કોહલીએ પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટના બીજા દિવસે સદી ફટકારી હતી. તેણે પોતાની ૫૦૦મી આંતરરાષ્ટ્રીય મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની ૭૬મી સદી છે. કોહલીએ લગભગ ૪ વર્ષ બાદ વિદેશમાં સદી ફટકારી છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *