Delhi

LACની સ્થિતિને લઈને ભારત અને ચીન વચ્ચે બેઠક, શું થઈ ચર્ચા, કયો મુદ્દો રહ્યો મહત્વનો?..

નવીદિલ્હી
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર)ની વર્તમાન સ્થિતિને લઈને બુધવારે એક મોટી બેઠક યોજાઈ હતી. ન્છઝ્રને લઈને બંને દેશો વચ્ચે આ ૨૬મી બેઠક હતી, જે બેઈજિંગમાં થઈ હતી. આ દરમિયાન, બંને પક્ષોએ ન્છઝ્રની નવીનતમ સ્થિતિની સમીક્ષા કરી અને ન્છઝ્રના બાકીના વિવાદિત ભાગોમાંથી સૈનિકોને પાછા ખેંચવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારતીય પક્ષ તરફથી પૂર્વ એશિયા વિભાગના સંયુક્ત સચિવ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સરહદ અને દરિયાઈ બાબતોના મહાનિર્દેશક અને ચીનના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ચીન તરફથી બેઠકમાં ભાગ લીધો હતો. જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૯માં ન્છઝ્ર અંગે રૂબરૂ બેઠક બાદ આ પ્રથમ બેઠક છે. જણાવી દઈએ કે, ૨૦૧૯ અને ૨૦૨૨ ની વચ્ચે કોરોના વાયરસ મહામારીને કારણે, તમામ બેઠકો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવી હતી. તાજેતરની બેઠક બાદ બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં ૧૮મી કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટો યોજવા પર સહમતિ બની હતી. મીટિંગ અંગે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, સૈનિકોને પાછા ખેંચવાથી “પશ્ચિમ સેક્ટરમાં ન્છઝ્ર પર શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે અને દ્વિપક્ષીય સંબંધોમાં સામાન્યતા પુનઃસ્થાપિત કરવા માટે શરતો બનાવવામાં આવશે”. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “તેઓ હાલના દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલ અનુસાર આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે વરિષ્ઠ કમાન્ડરોની બેઠકનો આગામી (૧૮મો) રાઉન્ડ વહેલી તકે યોજવા માટે સંમત થયા છે.” એવું જાણવા મળ્યું છે કે, બંને પક્ષો લશ્કરી અને રાજદ્વારી ચેનલો દ્વારા ચર્ચા ચાલુ રાખવા માટે સંમત થયા હતા.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *