Delhi

મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

નવીદિલ્હી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મોટી દુર્ઘટનામાંથી બચી ગયા છે. મંગળવારે જલપાઈગુડીથી પરત ફરતી વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું હેલિકોપ્ટર તોફાન અને વરસાદમાં ફસાઈ ગયું હતુ. મુખ્યમંત્રી મંગળવારે બપોરે જલપાઈગુડીના ક્રાંતિથી બાગડોગરા જવા રવાના થયા હતા. જાેરદાર વરસાદ શરૂ થતા પાયલોટે તરત જ હેલિકોપ્ટરને યોગ્ય જગ્યા પર લઈ જવાનું નક્કી કર્યુ હતુ. થોડી જ વારમાં તેમને સેવક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. હેલિકોપ્ટરમાં તમામ લોકો સુરક્ષિત છે. મમતા બેનર્જી મંગળવારે પંચાયત ચૂંટણી પ્રચાર માટે જલપાઈગુડી ગયા હતા. ત્યાંથી તેને બાગડોગરા થઈને કોલકાતા પરત ફરવાનું હતું. પરંતુ તે પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટર જલપાઈગુડીથી રવાના થયું હતું, પરંતુ હેલિકોપ્ટર બૈકુથપુરના જંગલની ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું. તે સમયે જાેરદાર વરસાદ શરૂ થયો હતો. તૃણમૂલના નેતા રાજીવ બેનર્જીએ કહ્યું કે મમતા રોડ માર્ગે તેમના ગંતવ્ય માટે રવાના થઈ શકે છે. મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર સેવકમાં ઉતર્યા બાદ પોલીસ પ્રશાસનના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *