Delhi

ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા પર મંત્રીજીનો યુ-ટર્ન!.. ગાંગુલી સાથે વાત કરતા મૂડ બદલાયો

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટર અને પશ્ચિમ બંગાળ રાજ્યનાં રમત ગમત મંત્રી મનોજ તિવારીએ ૩જી ઓગસ્ટના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ ૫ દિવસમાં તેણે નિવૃત્તિના ર્નિણય પર યુ-ટર્ન લીધો હતો. જાે કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ મનોજ તિવારીએ નિવૃત્તિ અંગેનો ર્નિણય બદલી નાખ્યો છે અને તે ફરીથી બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જાેવા મળશે. મનોજ પત્રકાર પરિષદ દ્વારા આ અંગે ઔપચારિક માહિતી આપશે. મનોજ બંગાળની મમતા સરકારમાં રમતગમત મંત્રી છે. મનોજના નેતૃત્વમાં જ બંગાળની ટીમ ગયા વર્ષે રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી અને રનર્સઅપ રહી હતી. મનોજના નિવૃત્તિના ર્નિણયથી બંગાળનો મિડલ ઓર્ડર નબળો પડ્યો છે. કારણ કે તે મિડલ ઓર્ડરમાં સૌથી અનુભવી બેટ્‌સમેન હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલી સાથે વાત કર્યા બાદ નિવૃત્તિ પાછી ખેંચવાનો ર્નિણય લીધો છે. ૩ ઓગસ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરીને મનોજે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી, તેણે મીડિયામાં આ વિશે વધુ વાત કરી ન હતી. તિવારીએ અત્યાર સુધીમાં ૧૪૧ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને તે ૧૦,૦૦૦ રન પૂરા કરવાથી માત્ર ૯૨ રન દૂર છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૯ સદી અને ૪૫ અડધી સદી ફટકારી છે. મનોજે ભારત માટે ૧૨ વનડે રમી હતી. આ દરમિયાન ૨૮૭ રન બનાવ્યા હતા. તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેણે ૩ ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *