Delhi

રાજધાની દિલ્હીમાં પૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

નવીદિલ્હી
દેશની રાજધાની દિલ્હી પર જે પૂરનો ખતરો તોળાઈ રહ્યો હતો તે હવે સાકાર થવા લાગ્યો છે. યમુનાનું જળસ્તર ઘણું વધી ગયું છે અને છેલ્લા પાંચ દાયકાના રેકોર્ડ તૂટી ગયા છે, જેના કારણે રાજધાનીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. સ્થિતિ એવી પહોંચી ગઈ છે કે હજારો પરિવારોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવું પડ્યું છે. દિલ્હીમાં ગુરુવારે સવારે ૬ વાગ્યે યમુનાનું જળસ્તર ૨૦૮.૪૧ મીટરે પહોંચી ગયું છે, જે એક રેકોર્ડ છે. યમુનાનું જળસ્તર વધવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે. આઉટર રિંગરોડ પર પાણી ભરાવાને કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે મજનુ કા ટીલાથી ૈં્‌ર્ં સુધીના માર્ગ પર પણ પાણી ભરાયા છે. ગુરુવારે સવાર સુધી ચાંગી રામ અખાડા, મજનૂ કા ટીલા, મઠ બજાર, લોહા પુલ, નિગમ બોધ સહિત આસપાસના વિસ્તારો પૂરની ઝપેટમાં છે. રાજધાનીમાં ૧૬ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવ્યા છે. જાે આપણે ગ્રાઉન્ડ ઝીરો વિશે વાત કરીએ, તો દિલ્હી ૈં્‌ર્ં, રાજઘાટ તરફ જતો રસ્તો, આઉટર રિંગ રોડ, યમુના બજાર અને લોહા પુલ પાણીથી ભરેલા છે. દિલ્હી આઈટીઓ પાસેના આઈપી સ્ટેડિયમ પાસે અને રાજઘાટ તરફ જતા રસ્તા પર પણ પાણી ભરાયેલા જાેવા મળી રહ્યા છે. તેમાંથી, યમુના બજાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે, હવે તેજ પ્રવાહ સાથે કોલોનીમાં પાણી ભરાઈ રહ્યું છે. ગઈકાલ સુધી જે માર્ગ દ્વારા લોકો લોહા પુલ સુધી પહોંચી શકતા હતા તે માર્ગ આજે સંપૂર્ણ રીતે ડૂબી ગયો છે. આઉટર રિંગ રોડ પર યમુના કિનારે આવેલા તમામ ઘરો અને મંદિરોમાં પાણી ભરાઈ ગયા છે. ઉત્તર ભારતમાં અવિરત વરસાદની આવી અસર થશે એવું કોઈએ વિચાર્યું ન હતું. દેશની રાજધાની દિલ્હીનો એક વિસ્તાર પૂરથી પ્રભાવિત છે, જેની અસર રોજિંદા જીવન પર પણ જાેવા મળી રહી છે. દિલ્હીની લાઈફલાઈન કહેવાતો આઉટર રીંગ રોડ હવે તળાવ બની ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. આ સાથે જ મઠ માર્કેટમાં આવેલી દુકાનો સુધી પાણી પહોંચવા લાગ્યું છે. દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં દિલ્હી પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે કમર કસી લીધી છે. અહીં લોકોને સલામત સ્થળો, કેમ્પમાં જવા માટે અપીલ કરવામાં આવી રહી છે કારણ કે પાણી કેટલી ઝડપથી વધશે અને કેટલું વધશે તેનો કોઈને અંદાજ નથી. રાજધાનીમાં પૂર જેવી સ્થિતિને કારણે, સ્ઝ્રડ્ઢના શિક્ષણ વિભાગે સિવિલ લાઇન્સ ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં ૧૦ શાળાઓ, શાહદરા દક્ષિણ ઝોનમાં ૬ શાળાઓ અને શાહદરા ઉત્તર ઝોનની ૧ શાળાને ૧૩ જુલાઈ સુધી બંધ કરવાનો ર્નિણય લીધો છે. કેટલીક જગ્યાએ ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવી દઈએ કે દિલ્હીમાં યમુનાનું રેકોર્ડ જળસ્તર અગાઉ ૧૯૭૮માં ૨૦૭.૪૯ મીટર હતું, આ રેકોર્ડ બુધવારે જ તૂટી ગયો હતો. હવે ગુરુવારે આ આંકડો ૨૦૮.૪૧ મીટરે પહોંચી ગયો છે, એટલે કે અગાઉના રેકોર્ડ કરતાં લગભગ એક મીટર ઉપર પાણી વહી રહ્યું છે, જેના કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *