Delhi

MS ધોનીનું મુંબઈની હોસ્પિટલમાં થયું ઓપરેશન

નવીદિલ્હી
એમ એસ ધોનીના ઘુંટણની સર્જરી કરવામાં આવી છે. ધોનીને ઘુંટણમાં આઈપીએલ ૨૦૨૩ની પહેલી મેચ દરમ્યાન ઈજા થઈ હતી. ૩૦ મેના રોજ જેવી આઈપીએલ ખતમ થઈ કે, તરત મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં જઈને ધોનીએ પોતાના ઘુંટણની તપાસ કરાવી હતી. ૩૧ મેના રોજ ઘુંટણીની તપાસ બાદ ૧ જૂનની સવારે ઘુંટણનું ઓપરેશન કર્યું હતું. આપને જણાવી દઈએ કે, સમગ્ર આઈપીએલ દરમ્યાન ધોનીના ઘુંટણની ઈજાની ચર્ચા થઈ હતી. તેને આ ઈજા ૩૧ માર્ચે ગુજરાત ટાઈટંસ વિરુદ્ધ રમાયેલ લીગની પહેલી મેચમાં લાગી હતી. પણ ચેન્નઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવવાના જુનૂને ધોનીએ ઘુંટણની ચિંતા કરી નહીં. જાે કે, આ દરમ્યાન ઘણી વાર મેદાનમાંથી એવી તસવીરો આવી જેમાં તે ક્યારેક લંગડાતો તો ક્યારેક દુખાવો થતો હોય. પ્રાપ્ત જાણકારી અનુસાર, ધોનાની ઓપરેશન ડોક્ટર ડિનશૉ પારડીવાલાએ કર્યું છે. ડોક્ટર પારડીવાલા સેન્ટર ફોર સ્પોર્ટ્‌સ મેડિસિનના હેડ છે અને ઋષભ પંતની સર્જરીમાં પણ તેમની મોટી ભૂમિકા રહી હતી. ઘુંટણની સર્જરી બાદ ધોની હાલમાં હોસ્પિટલમાં છે. ધોનીના ઘુંટણની સર્જરી થયા બાદ હવે તેની આગામી સીઝનમાં રમવાની આશા જાગી છે. આઈપીએલ ૨૦૨૩ની ફાઈનલ બાદ ધોનીને સવાલ કર્યો હતો કે, શું આ તેની અંતિમ આઈપીએલ છે. તેના પર તેને કહ્યું કે, બેસ્ટ ટાઈમ તો આજ છે, પણ જેવી રીતે પ્રેમ ફેન્સ તરફથી મળ્યો છે, ત્યાર બાદ તે ફેન્સને ગિફ્ટ આપવા માગશે. તે આગામી સિઝનમાં પણ રમવા માગશે.

File-01-Page-19-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *