Delhi

NCBએ અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ કન્સાઇનમેન્ટ કર્યુ જપ્ત

નવીદિલ્હી
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્) એ અત્યાર સુધીનો સૌથી મોટો પાર્ટી ડ્રગ કન્સાઇનમેન્ટ પકડ્યો છે. આ દરોડામાં, દ્ગઝ્રમ્એ હજારો કરોડની કિંમતની દવા લિસેર્જિક એસિડ ડાયથાઇલામાઇડ (ન્જીડ્ઢ) રિકવર કરી છે. દ્ગઝ્રમ્ના આ દરોડામાં દેશભરમાં ફેલાયેલી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ દરોડા દરમિયાન ઘણા ડ્રગ સ્મગલરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દરોડાને લઈને દ્ગઝ્રમ્ પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહી છે. ગયા મહિને, ભારતીય નૌકાદળ સાથેના એક વિશેષ ઓપરેશનમાં, એજન્સીએ કેરળના દરિયાકાંઠે એક બોટમાંથી રૂ. ૨૫,૦૦૦ કરોડની કિંમતનું ૨,૫૨૫ કિલો મેથામ્ફેટામાઇન રિકવર કર્યું હતું. સંજય કુમાર સિંઘ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપ્સ)એ તેને એજન્સી માટે “મૂલ્યમાં સૌથી મોટી ડ્રગ જપ્તી” ગણાવી હતી. તેમણે કહ્યું, “દ્ગઝ્રમ્ અને નેવીએ હિંદ મહાસાગરમાં સફળ ઓપરેશન પાર પાડ્યું. તેના નાણાકીય મૂલ્યની દ્રષ્ટિએ આ સૌથી મોટી જપ્તી છે. તે ઈરાનના ચાબહાર બંદરથી શરૂ થઈ હતી અને ડ્રગ્સનો સ્ત્રોત પાકિસ્તાન છે.” જણાવી દઈએ કે ઓપરેશન સમુદ્રગુપ્ત નામનું સ્પેશિયલ ઓપરેશન ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં ૪,૦૦૦ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *