નવીદિલ્હી
એનસીપીના નેતા અજિત પવારે શનિવારે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના નામનો ઉપયોગ કરી ભારતીય જનતા પાર્ટી ૨૦૧૪ની ચૂંટણીમાં બહુમત સાથે સત્તામાં આવી અને અંતરિયાળ વિસ્તારમાં પહોંચ બનાવવામાં સફળ રહી. પીએમ મોદીની ડિગ્રી અને વીર સાવરકરના મુદ્દા પર એનસીપીના અલગ અલગ મત વિશે પૂછાતા પવારે કહ્યું કે, પીએમ મોદીના નામ પર જે પાર્ટીના પહેલા બે સાંસદ હતા, તે દૂર અંતરિયાળ વિસ્તારમાં પહોંચી ગઈ અને પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવી ગઈ. શું આ પીએમ મોદીનો જાદૂ નથી? સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું કે, ૨૦૧૪માં લોસકસભા ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી વિરુદ્ધ ખૂબ ટિપ્પણી કરવામાં આવી, પણ તેમણે લોકપ્રિયતા મેળવી અને બાદમાં તેમની આગેવાનીમાં ભાજપે વિવિધ રાજ્યમાં જીત પ્રાપ્ત કરી. પવારે કહ્યું કે, ૨૦૧૯માં પણ તે રિપીટ થયું. તો પછી ૯ વર્ષ પછી આ મુદ્દાને બહાર કાઢવાનો શું ફાયદો? જરુરી એ છે કે, આ લોકો તેમના કામને જાેવે. અજિત પવારે કહ્યું કે, જ્યાં સુધી શિક્ષણનો સવાલ છે. રાજનીતિમાં બહુ જરુરી નથી મનાતું. મહારાષ્ટ્રમાં વસંતદાદા પાટિલ જેવા પૂર્વ મુખ્યમંત્રી વધારે ભણેલા ગણેલા નહોતા, પણ તેમનું પ્રશાસન કૌશલ સૌથી વધારે સારુ હતું. તેને આજ સુધી કોઈ નથી ભૂલાઈ શક્યું અને હકીકતમાં, પાટિલના શાસન દરમિયાન કેટલીય શૈક્ષણિક સંસ્થા અને કોલેજાે ખોલવામાં આવી. એનસીપી નેતાએ એવું પણ કહ્યું કે, રાજનીતિમાં એવી કોઈ શરત નથી કે, કોઈ ધારાસભ્ય, સાંસદ અથવા અન્ય ભણેલું ગણેલું હોય. તેમણે કહ્યું કે, રાજકારણ માટે હાલમાં ઉંમરની શરત છે, પણ શિક્ષણ નહીં. તેમણે કહ્યું કે, એટલા માટે મને આશા છે કે, મેં મારુ મંતવ્ય સ્પષ્ટ કરી દીધું છે. આપ તેનો જે પણ અર્થ કાઢવો હોય તે કાઢો. તે મારા માટે કોઈ ચિંતાનો વિષય નથી.
