નવીદિલ્હી
સુપ્રિમ કોર્ટે કેસની તત્કાલ સુનાવણી માટે નવી પ્રક્રિયા અપનાવી છે.સુપ્રિમ કોર્ટે કેસને તત્કાલ યાદીમાં લેવા અને સુનાવણી માટે વિશેષ ઉલ્લેખ (મેશનીંગ)ની પ્રક્રિયા સંબંધી સુચના જાહેર કરી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ ત્રણ જુલાઈથી આ નવી પ્રક્રિયાની શરૂઆત કરશે. ન્યાયીક પ્રશાસનનાં રજીસ્ટ્રાર તરફથી ઈસ્યુ પરિપત્રમાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે શનિવાર સોમવાર અને મંગળવારે વેરીફાઈ કરેલા કેસ ઓટોમેટીક આગામી સોમવારે યાદીમાં સમાવાશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જાે વકીલ વેરીફાઈડના કેસોને ફાળવાયેલી તારીખો પૂર્વ સુચિબદ્ધ કરાવવા માગે છેતો તેમણે આગલા દિવસે તત્કાલ સુનાવણીનો ઉલ્લેખ કર્યો હતો. બપોરે ત્રણ વાગ્યે જમા કરાવવાનું રહેશે. લંચ બાદ ફેસલોઃ એ પણ કહેવામાં આવ્યું છે કે જાે વકીલ કેસને તે જ દિવસે સુચિબદ્ધ કરાવવા ઈચ્છે છે તો તેણે ઉલ્લેખ અધિકારી સમક્ષ સવારે સાડા દસ વાગ્યે સંબંધીત ફોર્મ જમા કરાવવુ પડશે.મુખ્ય ન્યાયાધીશ બપોરે લંચ બાદ આવા અનુરોધ પર ફેસલો આપશે.