દિલ્હી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોનો માર્ચ ૧૯નો વીડિયો જાહેર કર્યો છે.રાષ્ટ્રીય સ્તરની તપાસ એજન્સીએ લોકોને અપીલ કરી છે કે તેઓ સીસીટીવી ફૂટેજમાં દેખાતા લોકો વિશે કંઈપણ જાણતા હોય તો તરત જ જાણ કરે. જાહેર કરવામાં આવેલો વીડિયો લગભગ ત્રણ મિનિટનો છે, જેમાં ખાલિસ્તાની સમર્થકોની ભીડ લગભગ ૧.૪૬ વાગ્યે હાઈ કમિશનર પાસે પહોંચતી જાેવા મળે છે. હાઈ કમિશન પર હુમલાના મામલામાં દ્ગૈંછ તપાસકર્તાઓની એક ટીમ ગત મહિનાથી બ્રિટનમાં હાજર છે અને તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ૧૮ માર્ચે ભારતમાં ખાલિસ્તાની સમર્થક વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં અમૃતપાલ ભાગી ગયો હતો. વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાની સમર્થકોએ તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની ઓફિસની બહાર હિંસક પ્રદર્શન થયું હતું.અહીં ખાલિસ્તાની સમર્થકોએ ખાલિસ્તાન તરફી નારા લગાવ્યા અને ઝંડા પણ બતાવ્યા હતા. આ દરમિયાન હાઈ કમિશનની બાલ્કનીમાં ઉભેલા એક પ્રદર્શનકારીએ થાંભલા પરથી ભારતીય ત્રિરંગો હટાવી દીધો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ખાલિસ્તાની સમર્થકો હાથમાં ઝંડા લઈને અમૃતપાલ સિંહને આરોપમાંથી મુક્ત કરવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ હિંસક પ્રદર્શન દરમિયાન બ્રિટિશ પોલીસ ત્યાં પહોંચી અને દેખાવકારોને ત્યાંથી હટાવ્યા હતા.આ દરમિયાન વિરોધીઓ નારા લગાવતા અને અપશબ્દો બોલતા જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે ૨૦૧૯માં કેન્દ્ર સરકારે દ્ગૈંછ એક્ટમાં ફેરફાર કર્યા હતા. આ સુધારા બાદ દ્ગૈંછને વધુ શક્તિશાળી બનાવવામાં આવી હતી. આ પછી દ્ગૈંછ હવે ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓની તપાસ કરી રહી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, અવતાર સિંહ ખાંડા આ હિંસાનો માસ્ટરમાઈન્ડ છે. કહેવાય છે કે તે બ્રિટનમાં બેવડી જિંદગી જીવી રહ્યો છે. સમાચાર અનુસાર, અવતાર સિંહ ખાંડા જ રણજાેધ સિંહ છે, જે ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો વડો છે.
