Delhi

NMACC લોન્ચિંગ ઈવેન્ટમાં પ્રિયંકાએ તેના ચાહકોને વધુ એક સારા સમાચારથી વાકેફ કર્યા

નવીદિલ્હી
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તાજેતરમાં તેના પતિ નિક જાેનાસ અને તેમની પુત્રી માલતી મેરી સાથે મુંબઈ આવી હતી. અભિનેત્રી પોતાની દીકરીને પહેલીવાર મુંબઈ લઈ આવી છે. ત્રણેએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા અને તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. મુંબઈ આવ્યા બાદ પ્રિયંકાએ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે નિક સાથે ક્લિક કરેલા ઘણા ફોટા પણ મળ્યા હતા. આ બધા વચ્ચે પ્રિયંકાએ તેના ચાહકોને વધુ એક સારા સમાચારથી વાકેફ કર્યા છે. શો દરમિયાન પ્રિયંકાએ કહ્યું કે, નિક અને તેના ભાઈઓ મુંબઈમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે અને તે માટે જાેનાસ બ્રધર્સ તૈયાર છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં પાવર કપલ ખૂબ જ ઉત્સાહમાં જાેવા મળ્યું હતું. કપલે પાપારાઝી સાથે પણ વાત કરી અને પોતાના કરિયર પ્લાનિંગ વિશે ખુલાસો કર્યો હતો. નિકે કહ્યુ કે, ‘અહીં આવીને ગર્વ અનુભવું છું.’ ત્યારબાદ પ્રિયંકાએ અટકાવીને કહ્યું કે, ‘તમે લોકો અહીં આવો અને પરફોર્મ કરો.’ તેના વળતા જવાબમાં નિકે કહ્યુ કે, ‘અમારે અહીં પર્ફોર્મ કરવું જાેઈએ.. સારો આઈડિયા છે. અમે અહીં ક્યારેય પર્ફોર્મ નથી કર્યું, તે શાનદાર હશે.’ નિક અને જાેનાસ બ્રધર્સનું અહીં પર્ફોર્મન્સ જાેવાનો ખૂબ જ ઉત્સાહ દેખાશે. આગળ વાત કરતાં પ્રિયંકાએ દ્ગસ્છઝ્રઝ્ર ઈવેન્ટની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ‘નીતાએ ભારતની સંસ્કૃતિ માટે ઘણું કર્યું છે અને મને લાગે છે કે અંબાણી પરિવાર ખરેખર ભારતીય સંસ્કૃતિ અને દેશના ગૌરવને સાચવી રાખે છે. ખાસ કરીને, વૈશ્વિક ભારતીય માટે. તેથી મને લાગે છે કે, ખરેખર આવી ઘટના બનવા જઈ રહી છે. ખાસ કરીને હું મુંબઈમાં ઘણા લાંબા સમયથી રહું છું અને મને લાગે છે કે તે એક ભીડભાડ ભરેલું શહેર છે જે તમે જાણો છો, અમે એકબીજાની પર ર્નિભર રહીએ છીએ અને જ્યારે અમારે કોઈ શો કરવા માટે કોઈ જગ્યા શોધવી પડે છે, ત્યારે ખરેખર મુશ્કેલીભર્યુ કામ છે. પરંતુ આટલું સુંદર, આત્મનિરીક્ષણ કરીને કંઈક બનાવવું અને તેના માટે સમય કાઢવો ખરેખર અદ્ભુત છે.’ ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા તેની આગામી સિરિઝ સિટાડેલનું મુંબઈમાં પ્રમોશન પણ કરવા જઈ રહી છે. સિટાડેલનું ટ્રેલર ગુરુવારે રીલિઝ થયું હતું અને નેટીઝન્સ તેના પર ગદગદ થઈ ગયા હતા. જાે મીડિયાની અટકળો પર વિશ્વાસ કરવામાં આવે તો તે તેની ફિલ્મના પ્રમોશન પછી પ્રિય બહેન પરિણીતી ચોપરાના કથિત બોયફ્રેન્ડ નેતા રાઘવ ચઢ્ઢાને પણ મળશે. રિપોર્ટ્‌સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પરિણીતી અને રાઘવની સગાઈ પ્રિયંકા અને નિકની હાજરીમાં થઈ શકે છે. હવે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હોલિવુડ પ્રોજેક્ટ સિટાડેલ ઉપરાંત, પ્રિયંકાની પાસે ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનેલી ‘જી લે ઝરા’ પણ પાઇપલાઇનમાં છે. તે ટૂંક સમયમાં આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે શૂટિંગ શરૂ કરશે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *