નવીદિલ્હી
દેશમાં રેલવે ક્ષેત્ર માટે પણ ટૂંક સમયમાં ઁન્ૈં સ્કીમ આવવાની છે. જ્યાં એક તરફ દેશનું ઈમ્પોર્ટ બિલ ઘટાડવામાં ફાયદાકારક સાબિત થશે. સાથે જ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ હજારો નોકરીઓનું સર્જન થશે. દેશમાં રેલ્વેના વિસ્તરણને કારણે સરકારે આ ક્ષેત્ર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (ઁન્ૈં) યોજના દાખલ કરવાની યોજના બનાવી છે. દેશમાં વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક વધી રહ્યું છે. રેલવેના ભાગોની જરૂરિયાત પણ વધી રહી છે. એટલા માટે સરકાર ઈચ્છે છે કે રેલવેના વધુને વધુ ભાગો દેશની અંદર બનાવવામાં આવે અને આ માટે ઁન્ૈં સ્કીમ લાવવી જાેઈએ. આ બાબતની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે આનાથી સરકારને આયાત ઘટાડવામાં મદદ મળશે. સરકારે રેલવે સેક્ટર માટે ઁન્ૈં સ્કીમ તૈયાર કરવા માટે કન્સલ્ટન્સી ફર્મની મદદ લેવાની યોજના બનાવી છે. આ પેઢી મોટા પાયા પર આયાત થતા ભાગોની યાદી તૈયાર કરશે. આ ભાગો કોચ બનાવવાથી લઈને રોલિંગ સ્ટોક બનાવવા સુધી રેલવે એન્જિનમાં ઉપયોગી છે. યાદી તૈયાર થયા બાદ સરકાર તેમના માટે ઁન્ૈં સ્કીમ લાવશે. ઁન્ૈં સ્કીમ હેઠળ સરકાર કંપનીઓને ભારતમાં આવા માલનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરે છે, જે મોટાપાયે આયાત કરવામાં આવે છે. ફેક્ટરીઓ સ્થાપવાના બદલામાં સરકાર તેમને તેમના ઉત્પાદન મૂલ્યના આધારે પ્રોત્સાહન આપે છે.
