નવીદિલ્હી
નેશનલ સ્ટોક એક્સચેન્જ (દ્ગજીઈ) એ ૧ એપ્રિલથી કેશ ઇક્વિટી અને ફ્યુચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં ૬ ટકાનો વધારો પાછો ખેંચવાનો ર્નિણય કર્યો છે. વધારાની ફી ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી લાગુ કરવામાં આવી હતી. દ્ગજીઈ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટ (દ્ગજીઈ ૈંઁહ્લ્) ની સ્થાપના તે સમયે બજારની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને કોર્પસને આંશિક રીતે વધારવા માટે કરવામાં આવી હતી. દ્ગજીઈ વતી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ટ્રાન્ઝેક્શન ફીમાં ૬ ટકાના વધારાને પાછો ખેંચવાનો ર્નિણય કર્યો છે. અગાઉ, સેબીએ કહ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે વપરાતું ડિજિટલ વોલેટ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) ના ‘અપને ગ્રાહક કો જાનો’ (દ્ભરૂઝ્ર) સાથે સુસંગત હોવું જાેઈએ. માર્કેટ રેગ્યુલેટરે તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે આ જાેગવાઈ ૧ મે, ૨૦૨૩થી લાગુ કરવામાં આવશે. જાે તમારા ડિજીટલ વોલેટનું કેવાયસી હજુ સુધી થયું નથી, તો આ કામ વહેલી તકે પૂર્ણ કરો. તમને જણાવી દઈએ કે ૮ મે ૨૦૧૭ના રોજ સેબીએ યુવા રોકાણકારોને ધ્યાનમાં રાખીને નિયમોમાં થોડી છૂટછાટ આપી હતી. સેબી દ્વારા જારી કરાયેલા આ પરિપત્ર મુજબ યુવા રોકાણકારોને ઈ-વોલેટ દ્વારા રૂ. ૫૦,૦૦૦ સુધીના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવી છે. આ પગલું મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા અને મૂડી બજારમાં બચત લાવવાના પ્રયાસોનો પણ એક ભાગ હતો. આ ફેરફાર પછી, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.


