Delhi

OMG 2 ફિલ્મ સાથે જાેડાયેલી નવી તસવીર સામે આવી

નવીદિલ્હી
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર એક પછી એક સતત ઘણી ફિલ્મોનું એલાન કરી રહ્યો છે. તેવામાં તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મની લિસ્ટમાં ‘ઓએમજી ૨’ પણ સામેલ છે. આ ફિલ્મનું પહેલુ પોસ્ટર અક્ષય ઘણા સમય પહેલા જ રિલીઝ કરી ચુક્યો છે. જેમાં તેનો ચહેરો જાેવા મળ્યો ન હતો. તેવામાં તેણે હવે ર્ંસ્ય્ ૨નું બીજુ પોસ્ટર પણ શેર કર્યુ છે અને તેની સાથે જ તેણે ટીઝર સાથે જાેડાયેલી ડિટેલ્સ પણ શેર કરી છે. તેના આ પોસ્ટરથી સ્પષ્ટ છે કે પહેલી ફિલ્મમાં ભગવાન કૃષ્ણ બની ચુકેલો અક્ષય હવે તેની સીક્વલમાં કયા ભગવાનના રૂપમાં જાેવા મળશે. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ તેની ફિલ્મ ર્ંસ્ય્ ૨નું પોસ્ટર છે. આ પોસ્ટરમાં અક્ષય કુમારનો લુક જાેઇને ફિલ્મમાં તેના કેરેક્ટરનો અંદાજ લગાવી શકાય છે. તે પોસ્ટરમાં માથા પર ભસ્મ લગાવેલો, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલો, માથા પર જટા બાંધેલો જાેવા મળી રહ્યો છે. તેના માથે ત્રીજુ નેત્ર બનેલુ જાેવા મળે છે અને ગળામાં વાદળી રંગ જાેવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં અક્ષય કુમાર ઉપર તરફ જાેતો જાેવા મળે છે. તેનાથી સ્પષ્ટ છે કે પહેલા શ્રીકૃષ્ણ બની ચુકેલો અક્ષય આ વખતે નીલકંઠ, જટાધારી ભોલેનાથના રૂપમાં જાેવા મળશે. અહીં જુઓ વાયરલ થઇ રહેલું અક્ષય કુમારનું આ પોસ્ટર. અને બીજું પોસ્ટર પંકજ ત્રિપાઠીએ શેર કર્યુ છે. પંકજે આ ફિલ્મમાં પોતાના કેરેક્ટર વિશે જણાવ્યું છે. પંકજ ત્રિપાઠી ર્ંસ્ય્ ૨માં કાંતિ શરણ મુદગલના રોલમાં જાેવા મળશે. પોસ્ટર શેર કરતા, એક્ટરે લખ્યું, “ટીઝર ટૂંક સમયમાં આવી રહ્યું છે અને ર્ંસ્ય્ ૨ ૧૧મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે.” આ પોસ્ટરને શેર કરતાં અક્ષયે કેપ્શનમાં ટીઝર સાથે જાેડાયેલી ડિટેલ્સ પણ શેર કરી છે. તેણે લખ્યું, બસ થોડા દિવસોમાં…ઈર્ંંસ્ય્૨ થિયેટર્સમાં ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે. ટીઝર જલ્દી જ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ જાેવા મળશે. આ ફિલ્મનું ડાયરેક્શન અમિત રાયે કર્યુ છે. આ ઉપરાંત અક્ષયની અપકમિંગ ફિલ્મોની લિસ્ટમાં ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘હાઉસફુલ ૫’ સામેલ છે. આ ત્રણેય ફિલ્મોનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવી ચુક્યો છે. રિપોર્ટ્‌સ અનુસાર, ફિલ્મનો વિષય યૌન શિક્ષણ પર આધારિત હશે. આ ફિલ્મ કથિત રીતે કોર્ટરૂમ ડ્રામા હશે, જેમાં એક નાગરિક કોર્ટમાં જઇને ફરજિયાત યૌન શિક્ષણની માગણી કરે છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *