Delhi

OYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતાનું બિલ્ડીંગ પરથી નીચે પડતા મોત

નવીદિલ્હી
દેશમાં સસ્તી હોટેલ રૂમ સર્વિસ પૂરી પાડતી કંપની ઓયો (ર્ંર્રૂં)ના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ, તે ગુરુગ્રામની હાઈરાઈઝ બિલ્ડીંગ પરથી નીચે પડી ગયા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જણાવી દઈએ કે રિતેશ અગ્રવાલે ૩ દિવસ પહેલા લગ્ન કર્યા હતા અને હવે તેમને આ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં બપોરે લગભગ ૧ વાગ્યે ૨૦મા માળેથી પડી જવાથી તેમનું મોત થયું હતું. ઘરની બાલ્કનીમાંથી પડી જતાં તેમનું મોત થયું હતું. રમેશ ઘરની બાલ્કનીમાંથી પડ્યા ત્યારે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા. ગુરુગ્રામ ઈસ્ટના ડીસીપીએ જણાવ્યું કે લગભગ ૧ વાગે માહિતી મળી હતી. જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી તો જાણવા મળ્યું કે રમેશ અગ્રવાલનું ૨૦મા માળેથી પડી જવાથી મોત થયું હતું. તે ડીએલએફ ક્રિસ્ટા સોસાયટીમાં રહેતા હતા. તેઓ ઘરની બાલ્કનીમાંથી પડી ગયા. ઘરની અંદર પુત્ર, વહુ અને પત્ની હાજર હતા. ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જાેકે આ અંગે પરિવાર દ્વારા કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. રિતેશ અગ્રવાલે ૩ દિવસ પહેલા ૨૯ વર્ષીય ગીતાંશા સૂદ સાથે લગ્ન કર્યા છે. દિલ્હીના તાજ પેલેસમાં આયોજિત લગ્નમાં કોર્પોરેટ જગતના અનેક દિગ્ગજાે પહોંચ્યા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન રિતેશ અગ્રવાલ અને તેની પત્ની સોફ્ટબેંકના ચેરમેન માસાયોશી સોનના પગ સ્પર્શ કરતા જાેવા મળ્યા હતા. આ તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *