નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્)ની ૨૦૧૧ની સિઝનમાં આ ખેલાડીએ એવો જબરદસ્ત પ્રભાવ પાડ્યો હતો કે તેને ટીમ ઈન્ડિયાનો ભાવિ સ્ટાર માનવામાં આવતો હતો. તે કિંગ્સ ઈલેવન પંજાબ માટે એટલું સારું ક્રિકેટ રમ્યો રમ્યો કે એક સમયે તો ટીમની બેટિંગ તેની આસપાસ કેન્દ્રિત થઈ ગઈ હતી. બેટિંગ ઉપરાંત, પોલ વલ્થાટી મીડિયમ ફાસ્ટ બોલિંગમાં પણ કાબેલ હતો. આ પ્રતિભાશાળી ખેલાડીની કારકિર્દી લાંબી હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ વલ્થાટી ટૂંક સમયમાં જ ક્રિકેટની દુનિયાથી ખોવાઈ ગયો અને લોકો તેને જલ્દી ભૂલી પણ ગયા. વલ્થાટી ભલે ટીમ ઈન્ડિયા માટે મોટા સ્તરે રમ્યો ન હોય, પરંતુ તે ૨૦૦૨ના અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સભ્ય હતો અને આ ટીમમાં ઈરફાન પઠાણ અને પાર્થિવ પટેલ જેવા ખેલાડીઓ તેમની સાથે હતા. આ મહત્વની ટુર્નામેન્ટમાં ઈજાના કારણે તેને વધુ મેચ રમવાની તક મળી ન હતી. વલ્થાટીને અંડર ૧૯ વખતે એક બાઉન્સર એવો આંખ પર વાગ્યો હતો કે તેને આંશિક રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો અને બે વર્ષ સુધી બરાબર રીતે જાેઈ પણ શકતો નહોતો. વલ્થાટીની પ્રતિભાની સરખામણીમાં તેની કારકિર્દી અને સિદ્ધિઓ બહુ મોટી ન હતી. માત્ર પાંચ ફર્સ્ટ ક્લાસ અને ૩૪ ્૨૦ મેચ રમનાર પૉલે હવે ૩૯ વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેની કમનસીબી હતી કે તે તેની આઈપીએલ ૨૦૧૧ ની સફળતાને વધુ પુનરાવર્તિત કરી શક્યો નહીં અને ટૂંક સમયમાં જ ગાયબ થઈ ગયો. ૨૦૧૧ની સિઝનમાં તેણે ૧૪ મેચમાં ૩૫.૬૧ની એવરેજથી ૪૬૩ રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે . ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કિંગ્સ ઈલેવન માટે ૬૩ બોલમાં અણનમ ૧૨૦ રન કર્યા બાદ તેણે ઘણી ખ્યાતિ મેળવી હતી. આ ઇનિંગમાં તેણે ૧૯ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આઈપીએલમાં, વલ્થાટીએ ૨૩ મેચ રમી અને ૫૦૫ રન બનાવવા ઉપરાંત ૭ વિકેટ લઈને બોલિંગમાં પણ પોતાની ઉપયોગીતા સાબિત કરી. કિંગ્સ ઇલેવન પંજાબ ઉપરાંત તે ૈંઁન્માં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમ્યો હતો. વલથાટીએ આઈપીએલમાં છેલ્લી મેચ ૨૦૧૩ની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમી હતી. ક્રિકેટ કારકિર્દીના અંતિમ તબક્કામાં વલ્થાટી એર ઈન્ડિયા તરફથી રમ્યો હતો. મુંબઈમાં જન્મેલા વલથતીની ગણના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં થતી હતી પરંતુ તે મહત્વપૂર્ણ પ્રસંગોએ ઈજા કે અન્ય કારણોસર વધુ સફળતા મેળવી શક્યો ન હતો અને હવે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.


