નવીદિલ્હી
એશિયા કપના આયોજનને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને મ્ઝ્રઝ્રૈં વચ્ચે મતભેદ છે. પીસીબીને એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટૂર્નામેન્ટના હોસ્ટિંગ અધિકારો આપવામાં આવ્યા છે, પરંતુ ભારતીય બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. આ પછી પાકિસ્તાને હાઈબ્રિડ મોડલના આધારે ટૂર્નામેન્ટ યોજવાની વાત કરી હતી. શ્રીલંકા અને બાંગ્લાદેશે ઁઝ્રમ્ના હાઇબ્રિડ મોડલને નકારી કાઢ્યું હતું. આ પછી પીસીબીના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યું હતું કે, અમે એશિયા કપમાં ત્યારે જ પ્રવેશીશું જ્યારે પાકિસ્તાનમાં ઓછામાં ઓછી ૪ મેચ રમાશે, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે, એશિયા કપની મેચ ઈંગ્લેન્ડમાં રમાઈ શકે છે. ક્રિકેટ પાકિસ્તાનના સમાચાર મુજબ નજમ સેઠીએ કહ્યું કે, એશિયા કપ માટે ઈંગ્લેન્ડને સંભવિત સ્થળ તરીકે જાેઈ શકાય છે. ઈંગ્લેન્ડ ભારત માટે લકી કહી શકાય. ટીમે અહીં ૧૯૮૩માં પ્રથમ વખત ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ જીત્યો હતો. ૭ જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ ઈંગ્લેન્ડમાં રમાવાની છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ ઈંગ્લેન્ડમાં યોજાનાર એશિયા કપના ટાઈટલ પર કબજાે કરવા ઈચ્છશે. ભારતીય ટીમ એશિયા કપમાં પણ સૌથી સફળ ટીમ છે. એશિયા કપની વર્તમાન સિઝનની વાત કરીએ તો તેમાં ભારત અને પાકિસ્તાન સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો ભાગ લેશે. આ ટીમોને ૨ ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેકને એકબીજા સામે રમવાનું છે. આ પછી બંને ગ્રુપમાંથી ૨-૨ ટીમ સુપર-૪માં જશે. ત્યારબાદ ટોપ-૨ ટીમને ફાઇનલમાં સ્થાન મળશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખી શકાય છે. એટલે કે, બંને વચ્ચે ૩ મેચ રમાઈ શકે છે. આ વખતે ટૂર્નામેન્ટ ર્ંડ્ઢૈં ફોર્મેટના આધારે રમાશે. તેને વર્લ્ડ કપની તૈયારી તરીકે જાેવામાં આવી રહ્યું છે. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ રમાવાનો છે. પાકિસ્તાને ધમકી આપી છે કે જાે ભારતીય ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો અમે પણ વર્લ્ડ કપ માટે ભારત નહીં જઈએ. તે જ સમયે, પાકિસ્તાનને ૨૦૨૫માં ૈંઝ્રઝ્ર ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની મળી છે. આ માટે ઁઝ્રમ્ અને મ્ઝ્રઝ્રૈં પણ સામસામે આવી શકે છે.


