નવીદિલ્હી
કર્ણાટકમાં બીજેપી નેતા પ્રવીણ નેતારુ હત્યા કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઇએ)એ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ ગઈ કાલે કર્ણાટક કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં ૨૦ લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. ગયા વર્ષે ૨૬ જુલાઈના રોજ, જિલ્લા ભાજપ યુવા મોરચા સમિતિના સભ્ય પ્રવીણ નેતારુની બેલ્લારેમાં તેમની દુકાનની સામે બાઇક પર સવાર ત્રણ હુમલાખોરોએ હત્યા કરી હતી. એનઆઇએએ કહ્યું છે કે આ હત્યા પીએફઆઇ દ્વારા કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પીએફઆઈએ સમાજમાં આતંક, સાંપ્રદાયિક તિરસ્કાર અને અશાંતિ ફેલાવવા અને ૨૦૪૭ સુધીમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાના તેના એજન્ડાને આગળ વધારવા માટે સેવા ટીમો અથવા કિલર સ્ક્વોડ તરીકે ઓળખાતી ગુપ્ત ટીમોની રચના કરી હતી. એટલું જ નહીં, આ સેવા દળોના સભ્યોને અમુક સમુદાયો અને જૂથો સાથે જાેડાયેલા વ્યક્તિઓ અને નેતાઓને ઓળખવા, સૂચિબદ્ધ કરવા અને તેમની દેખરેખ રાખવા માટે હુમલાની ટેકનિક તેમજ હથિયારોની પણ તાલીમ આપવામાં આવી હતી.આ સેવાદળના સભ્યોને પીએફઆઈના વરિષ્ઠ નેતાઓની સૂચના પર નિશાનો પર હુમલો કરવા અને મારવા માટે તાલીમ આપવામાં આવી હતી. બેંગલુરુ સિટી, સુલિયા ટાઉન અને બેલ્લારે ગામમાં યોજાયેલી પીએફઆઇ સભ્યો અને નેતાઓ વતી કાવતરાની બેઠકોને આગળ વધારવામાં, જિલ્લા સેવા દળના વડા મુસ્તફા પચારને ચોક્કસ સમુદાયના અગ્રણી સભ્યને ઓળખવા અને નિશાન બનાવવાની સૂચના આપવામાં આવી હતી.સૂચના મુજબ, ચાર વ્યક્તિઓને શોધીને ઓળખવામાં આવી હતી. આ ચાર લોકોમાં પ્રવીણ નેતારુનું નામ પણ સામેલ હતું.એનઆઇએની ચાર્જશીટ મુજબ, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યકર્તાઓ અને સભ્યોએ લોકોમાં ભય અને આતંક ફેલાવવા માટે ચોક્કસ સમુદાયના સભ્યો વચ્ચે ઘાતક હથિયારો વડે પ્રવીણ નેતારુ પર હુમલાનું આયોજન કર્યું હતું. આરોપીઓ સામે આઇપીસીની વિવિધ કલમો ૧૨૦મ્, ૧૫૩ ૩૦૨ અને ૩૪ અને ૧૯૬૭ની કલમ ૧૬, ૧૮ અને ૨૦, આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧) હેઠળ ચાર્જશીટ કરવામાં આવી છે. ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા આરોપીઓમાં મુસ્તફા પીચર, મસૂદ કેએ, કોડજે મોહમ્મદ શેરિફ, અબુબક્કર સિદ્દીક, ઉમર ફારૂક એમઆર અને થુફેલ એમએચ ફરાર છે અને પોલીસે તેમના પર ઈનામની જાહેરાત કરી છે


