નવીદિલ્હી
પીએમ નરેન્દ્ર મોદીએ તુર્કીમાં ‘ઓપરેશન દોસ્ત’માં સામેલ દ્ગડ્ઢઇહ્લ અને અન્ય સંસ્થાઓના ભારતીય બચાવ વ્યાવસાયિકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે દ્ગડ્ઢઇહ્લના ડીજી અતુલ કરવલ પણ હાજર હતા. પીએમ મોદીએ કર્મીઓ પાસેથી તમામ માહિતી લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઓપરેશન દોસ્ત સાથે જાેડાયેલી આખી ટીમ, પછી તે દ્ગડ્ઢઇહ્લ હોય, એરફોર્સ હોય કે અમારી અન્ય સેવાઓ, બધાએ ઉત્તમ કામ કર્યું છે. અમારા બેજૂબાન દોસ્ત ર્ડ્ઢખ્ત જૂેટ્ઠઙ્ઘજએ પણ અદ્ભુત ક્ષમતાઓ દર્શાવી છે. દેશને તમારા બધા પર ખૂબ ગર્વ છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશ ગમે તે હોય, જાે તે માનવતા, માનવીય સંવેદનશીલતાની વાત હોય તો ભારત માનવ હિતને સર્વોપરી રાખે છે. આપણી સંસ્કૃતિએ આપણને વસુધૈવ કુટુંબકમ વિશે શીખવ્યું છે. તેથી, તે તુર્કી હોય કે સીરિયા, સમગ્ર ટીમે આ ભારતીય મૂલ્યોને પ્રદર્શિત કર્યા છે. આપણે આખી દુનિયાને એક પરિવાર માનીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે, દેશને ઓપરેશન દોસ્ત સાથે જાેડાયેલી આખી ટીમ પર ગર્વ છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મદદ કરી શકે છે, તો તમે તેને આર્ત્મનિભર કહી શકો છો, પરંતુ જ્યારે કોઈ બીજાની મદદ કરવા સક્ષમ હોય છે, ત્યારે તે નિઃસ્વાર્થ હોય છે. આપણે જ્યાં પણ ત્રિરંગો લઈને પહોંચીએ છીએ ત્યાં એક આશ્વાશન મળે છે કે, હવે ભારતીય ટીમો આવી ગઈ છે અને હવે સ્થિતિ સારી થવા લાગશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે બધાએ તમારી હિંમત અને માનવતાવાદી કાર્યની તસવીરો જાેઈ છે, જ્યાં એક માતા તમને કપાળ પર ચુંબન કરીને આશીર્વાદ આપી રહી હતી. એ જ રીતે ૨૦૦૧માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે મેં સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું અને લોકોને બચાવવામાં પડતી મુશ્કેલીઓ મેં જાેઈ છે.
