નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાન પહોંચ્યા છે. પીએમ મોદીએ નાથદ્વારામાં રૂ. ૫,૫૦૦ કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા. અહીં જનસભાને સંબોધતા પીએમ મોદીએ અશોક ગેહલોતને પોતાના દોસ્ત ગણાવ્યા હતા. તો આ પહેલાં અશોક ગેહલોતે કહ્યું કે, અમારી વચ્ચે કોઈ દુશ્મની નથી. માત્ર વિચારધારાની લડાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાન પહોંચ્યા હતા. પીએમ મોદીએ નાથદ્વારામાં રૂ. ૫,૫૦૦ કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા. કર્ણાટકમાં આજે મતદાન છે હવે ચૂંટણીનો વારો રાજસ્થાનનો છે એટલે પીએમ મોદીએ રાજસ્થાન પર ફોકસ કરવાની શરૂઆત કરી છે. ગઈકાલે વસુંધરા રાજે જયપુરથી અમદાવાદ આવ્યા હતા અને બાદમાં આબુરોડ પહોંચ્યા હતા. પીએમ મોદીએ આજે નાથદ્રારામાં કહ્યું હતું કે મને ભગવાન શ્રીનાથજી અને મેવાડની આ વીર ભૂમિના ફરી એકવાર દર્શન કરવાનો મોકો મળ્યો છે, અહીં આવતા પહેલાં મને ભગવાન શ્રીનાથજીના દર્શન કરવાનો લહાવો મળ્યો હતો, મેં આઝાદીના અમૃતકાળમાં શ્રીનાથજી પાસેથી વિકસિત ભારતની સિદ્ધિઓ માટે આશીર્વાદ માગ્યા છે. અશોક ગેહલોતે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, હું પીએમ મોદીનું સ્વાગત કરું છું. મને ખુશી છે કે તેઓ આજે લગભગ ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું ઉદ્ઘાટન કરવા અને ત્રણ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા હાજર છે. આપણે બધા જાણીએ છીએ કે રાજસ્થાન દેશનું સૌથી મોટું રાજ્ય છે. હું પીએમ મોદીને વિનંતી કરવા માંગુ છું કે જ્યારે આપણે વીજળી, રસ્તા અને પાણી આપીએ છીએ, ત્યારે અહીંનો ખર્ચ અન્ય રાજ્યોની તુલનામાં વધુ છે. રાજસ્થાનમાં સારા કામો થયા છે, રાજસ્થાનમાં રસ્તા સારા છે. પહેલા અમે ગુજરાત સાથે સ્પર્ધા કરતા હતા અને લાગતું હતું કે અમે પાછળ રહી ગયા છીએ પરંતુ હવે અમે આગળ વધી ગયા છીએ.