Delhi

POKના લોકો ભારત સાથે ભળવા આતુર!..રસ્તાઓ પર ઉતરી આવ્યા લોકો, ઁછદ્ભ કર્યું વિરુદ્ધ પ્રદર્શન

નવીદિલ્હી
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁંદ્ભ)ના સૌથી ઉત્તરી વિસ્તાર ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનની વિરુદ્ધ પ્રદર્શન કરતા ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ સાથે ભળી જવાની માંગણી કરી રહ્યા છે. મોંઘવારી, બેરોજગારીથી પરેશાન આ વિસ્તારના લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ નીતિઓથી તંગ આવી ગયા છે અને હવે ભારત સાથે આવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દાયકાઓ સુધી પાકિસ્તાનની સરકારોએ તેમની સાથે ભેદભાવ કર્યો અને તેમના ક્ષેત્રનું શોષણ કર્યું. સોશિયલ મીડિયા પર પ્રદર્શન સંલગ્ન અનેક વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં જાેવા મળી રહ્યું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો ભારે સંખ્યામાં રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. લોકો માંગણી કરી રહ્યા છે કે લદાખના કારગિલ જિલ્લામાં સકરદૂ કારગિલ રોડને ફરીથી ખોલવામાં આવે. તેમની માંગણી છે કે લદાખમાં તેમના જે બાલ્ટિસ્તાનના લોકો રહે છે તેમની સાથે તેમને રહેવા દેવામાં આવે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં લોકો માંગણી કરી રહ્યા છે કે પાકિસ્તાની સરકારે જે તેમની જમીન પર ગેરકાયદેસર કબજાે જમાવી રાખ્યો છે તેને ખતમ કરવામાં આવે. તેમના ક્ષેત્રમાં પ્રાકૃતિક સંસાધનોના દોહનને રોકવામાં આવે. તેમની એક માંગણી એ પણ હતી કે મોંઘવારીના કારણે તેઓ ઘઉ સહિત તમામ જરૂરી સામાનની ખરીદી કરી શકતા નથી આથી તેમને સરકાર સબસિડી આપે. પાકિસ્તાની સેના ગિલગિટ બાલ્ટિસ્તાનના ગરીબ વિસ્તારોમાં જમીન અને સંસાધનો પર જબરદસ્તીથી દાવો કરતી રહી છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાની સરકાર અને લોકો વચ્ચે જમીનનો મુદ્દો દાયકાઓથી બનેલો છે. પરંતુ ૨૦૧૫થી વિવાદ વધ્યો છે. સ્થાનિક લોકો તર્ક આપે છે કે આ વિસ્તાર પીઓકેમાં છે આથી જમીન તેમની છે. જ્યારે પ્રશાસનનું કહેવું છે કે જે જમીન કોઈને અપાઈ નથી તે પાકિસ્તાન સરકારની છે. પાકિસ્તાન ગુપચુપ રીતે આ વિસ્તારની હુંજા ઘાટીને જલદી ચીનને પટ્ટા પર આપવાનું છે. જેના દ્વારા પાકિસ્તાન ચીન-પાકિસ્તાન ઈકોનોમીક કોરિડોર પ્રોજેક્ટમાં ચીની રોકાણ વધારીને પોતાના ચીની દેવાને ઓછું કરવા માંગે છે. આ વિસ્તાર ખનીજના મામલે ખુબ જ ફળદ્રુપ છે અને ચીન ત્યાં ખનન પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. આ વાતથી પણ લોકો ખુબ જ ગુસ્સામાં છે. પાકિસ્તાનની વસ્તી હાલ બે ટાઈમ રોટી દાળ માટે પણ વલખા મારી રહી છે. દેશમાં ઘઉ, દાળ, ખાંડ વગેરે સામગ્રીની ભારે તંગી છે. જેના કારણે ભાવ આકાશને આંબી રહ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનની સરકારો આ વિસ્તાર સાથે ભેદભાવપૂર્ણ વર્તન રાખતી આવી છે. આલોચકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સત્તામાં છે આથી શાહબાજ સરકાર જાણી જાેઈે સામાનની આપૂર્તિ થવા દેતી નથી. લોકોની સ્થિતિ એવી દયનીય થઈ ગઈ છે કે ૧૯૪૭માં તેમણે જે પાકિસ્તાન સાથે રહેવાનો ર્નિણય કર્યો હતો હવે તેને છોડીને ભારત આવવા માંગે છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં લોકો એટલા આક્રોશમાં છે કે ભારે સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા છે. માંગણી કરે છે કે કાશ્મીર ઘાટી તરફ જતા કારગિલના એક રસ્તાને વેપાર માટે ખોલી નાખવામાં આવે.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *