Delhi

પ્રધાનમંત્રી જન ધન યોજના – નાણાકીય સમાવેશ માટેનું રાષ્ટ્રીય મિશન, સફળ અમલીકરણનાં નવ વર્ષ પૂરા કર્યા

નવીદિલ્હી
પ્રધાનમંત્રી જન ધન યોજના (ઁસ્ત્નડ્ઢરૂ) – નાણાકીય સમાવેશ માટેના રાષ્ટ્રીય મિશનના સફળ અમલીકરણના આજે નવ વર્ષ પૂરા થઇ ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ ૧૫મી ઑગસ્ટ ૨૦૧૪ના રોજ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં તેમમે પ્રધાનમંત્રી જન ધન યોજના (ઁસ્ત્નડ્ઢરૂ)ની જાહેરાત કરી હતી. ૨૮ ઑગસ્ટ ૨૦૧૪ના રોજ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ત્યારે, પ્રધાનમંત્રી આ પ્રસંગને દુષ્ટ ચક્રમાંથી ગરીબોની મુક્તિની ઉજવણીના તહેવાર તરીકે વર્ણવ્યો હતો.
વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશી પહેલોમાંની એક હોવાને કારણે, હાંસિયામાં ધકેલાઇ ગયેલા અને આર્થિક રીતે પછાત વર્ગોને નાણાકીય સર્વસમાવેશીતા અને સમર્થન આપવા માટે નાણાં મંત્રાલય દ્વારા તેમના નાણાકીય સમાવેશના નેતૃત્વ હેઠળના હસ્તક્ષેપો દ્વારા સતત પ્રયાસ કરવામાં આવે છે. નાણાકીય સમાવેશીતા (હ્લૈં) સમાન અને સહિયારા વિકાસ તેમજ નબળા વર્ગો, જેમ કે ઓછી આવક ધરાવતા જૂથો અને પાયાની બેંકિંગ સેવાઓનો અભાવ ધરાવતા નબળા વર્ગોને સસ્તા ખર્ચે નાણાકીય સેવાઓની ડિલિવરી પૂરી પાડવાનું પ્રોત્સાહન આપે છે.
નાણાકીય સમાવેશ ગરીબોની બચતને ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાં લાવવાનું કામ પણ કરે છે અને ગામડાઓમાં તેમના પરિવારોને નાણાં મોકલવા ઉપરાંત તેમને વ્યાજખોરોની ચુંગાલમાંથી બહાર કાઢવાનો માર્ગ પૂરો પાડે છે.
ઁસ્ત્નડ્ઢરૂની ૯મી વર્ષગાંઠ નિમિત્તે, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણે તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, “ઁસ્ત્નડ્ઢરૂના નેતૃત્વ હેઠળના હસ્તક્ષેપો અને ડિજિટલ પરિવર્તનના ૯ વર્ષોએ ભારતમાં નાણાકીય સમાવેશમાં ક્રાંતિ લાવી દીધી છે. એ નોંધવું આનંદદાયક છે કે, જન ધન ખાતા ખોલવાથી ૫૦ કરોડ કરતાં વધારે લોકોને ઔપચારિક બેંકિંગ વ્યવસ્થામાં લાવી શકાયા છે. આ ખાતાઓમાંથી આશરે ૫૫.૫% ખાતાધારકો મહિલાઓ છે અને ૬૭% ખાતાઓ ગ્રામીણ/અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં કુળ મળીને ?૨ લાખ કરોડથી વધારે રકમ જમા કરવામાં આવી છે. આ ઉપરાંત, લગભગ ૩૪ કરોડ રૂપે કાર્ડ આ ખાતાઓને કોઇપણ ચાર્જ લીધા વગર ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ કાર્ડ પર ?૨ લાખના અકસ્માત વીમાનું કવચ પણ પૂરું પાડવામાં આવે છે.”
શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, “હિતધારકો, બેંકો, વીમા કંપનીઓ અને સરકારી અધિકારીઓના સહયોગી પ્રયાસોથી, ઁસ્ત્નડ્ઢરૂ એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ઉભરી આવી છે, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ દેશમાં નાણાકીય સમાવેશના પરિદૃશ્યમાં પરિવર્તન લાવી રહી છે.”
કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કિસનરાવ કરાડે પણ આ પ્રસંગે પ્રધાનમંત્રી જન ધન યોજના (ઁસ્ત્નડ્ઢરૂ) અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ઁસ્ત્નડ્ઢરૂ યોજનાએ સમાજના હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગોને ઔપચારિક બેંકિંગના પરિઘમાં લાવીને નાણાકીય અસ્પૃશ્યતામાં ઘટાડો કર્યો છે. સમાજના નબળા વર્ગોને બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, ધિરાણની ઉપલબ્ધતાની સુવિધા પૂરી પાડીને, વીમા અને પેન્શન કવરેજ પ્રદાન કરીને તેમજ લોકોમાં નાણાકીય જાગૃતિ ઊભી કરીને, આ યોજનાના પરિણામો ખૂબ જ લાંબા ગાળાના પ્રભાવ પાડી રહ્યા છે અને અર્થતંત્ર પર તેની અનેક ગણી અસરો જાેવા મળી રહી છે. આ ઉપરાંત, જન ધન-આધાર-મોબાઇલ (ત્નછસ્) આર્કિટેક્ચરના કારણે સામાન્ય માણસના ખાતામાં સરકારી લાભો એકીકૃત રીતે ટ્રાન્સફર કરવાનું શક્ય બન્યું છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (ઁસ્ત્નડ્ઢરૂ) ખાતાઓ ડીબીટી (ડ્ઢમ્‌) જેવી લોકો-કેન્દ્રિત પહેલનો આધાર બની ગયા છે અને સમાજના તમામ વર્ગો, જેમાં ખાસ કરીને વંચિતોના સમાવેશી વિકાસમાં તેણે યોગદાન આપ્યું છે.”
આપણે આ યોજનાના સફળ અમલીકરણનાં ૯ વર્ષ પૂરા કર્યા છે, ત્યારે આપણે આ યોજનાના અત્યાર સુધીના મુખ્ય પાસાઓ અને સિદ્ધિઓ પર એક નજર કરીએ છીએ.
પૃષ્ઠભૂમિ
પ્રધાનમંત્રી જન ધન યોજના (ઁસ્ત્નડ્ઢરૂ) એ નાણાકીય સર્વસમાવેશીતા માટેનું એક રાષ્ટ્રીય મિશન છે, જે બેંકિંગ/બચત અને ડિપોઝીટ ખાતાઓ, રેમિટન્સ, વાજબી ખર્ચે ધીરાણ, વીમો, પેન્શન વગેરે જેવી નાણાકીય સેવાઓની સુલભતા સુનિશ્ચિત કરે છે.

ઉદ્દેશોઃ
પરવડે તેવા ખર્ચે નાણાકીય ઉત્પાદનો અને સેવાઓની સુલભતા સુનિશ્ચિત કરવી
ખર્ચમાં ઘટાડો કરવા અને પહોંચ વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો
યોજનાના મૂળ સિદ્ધાંતો
બેંકિંગની સુવિધાથી વંચિત લોકો સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવી – ઓછામાં ઓછા પેપરવર્ક, દ્ભરૂઝ્રમાં છૂટછાટ, ી-દ્ભરૂઝ્ર, અભિયાન મોડમાં ખાતું ખોલવાની કામગીરી, ઝીરો બેલેન્સ અને ઝીરો ચાર્જ સાથે મૂળભૂત સેવિંગ્સ બેંક ડિપોઝીટ (મ્જીમ્ડ્ઢ) ખાતા ખોલવા
અસુરક્ષિત લોકોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવી – મર્ચન્ટ લોકેશન્સ પર રોકડ ઉપાડ અને ચુકવણી માટે સ્વદેશી ડેબિટ કાર્ડ ઇશ્યુ કરવા, જેમાં રૂ. ૨ લાખનું મફત અકસ્માત વીમાકવચ પૂરું પાડવું.
ભંડોળથી વંચિત લોકોને ભંડોળ પૂરું પાડવું – માઇક્રો-ઇન્શ્યોરન્સ, વપરાશ માટે ઓવરડ્રાફ્ટ, માઇક્રો-પેન્શન અને માઇક્રો-ક્રેડિટ જેવી અન્ય નાણાકીય સેવાઓ પૂરી પાડવી

ઁસ્ત્નડ્ઢરૂની પ્રારંભિક વિશેષતાઓ
નીચે ઉલ્લેખિત ૬ આધારસ્તંભના આધારે આ યોજના શરૂ કરવામાં આવી હતીઃ
બેંકિંગની સેવાઓ – શાખા અને મ્ઝ્રની સર્વવ્યાપી સુલભતા

લાયકાત ધરાવતા દરેક પુખ્ત લોકો માટે રૂ. ૧૦,૦૦૦/-ની ઓવરડ્રાફ્ટની સુવિધા સાથે મૂળભૂત બચત બેંક ખાતા
નાણાકીય જાણકારી કાર્યક્રમ – બચત,છ્‌સ્ના ઉપયોગને પ્રોત્સાહન, ધીરાણ માટે તૈયાર થવું, વીમા અને પેન્શનનો લાભ લેવો, બેઝિક મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને બેંકિંગને લગતા કાર્યો કરવા
ક્રેડિટ ગેરેન્ટી ફંડની રચના – ડિફૉલ્ટ (નાદારી) સામે બેંકોને અમુક ગેરેન્ટી પૂરી પાડવી
વીમો – ૧૫ ઑગસ્ટ, ૨૦૧૪થી ૩૧ જાન્યુઆરી, ૨૦૧૫ વચ્ચે ખોલવામાં આવેલા ખાતાઓ પર રૂ. ૧,૦૦,૦૦૦ સુધી અકસ્માત વીમાકવચ અને રૂ. ૩૦,૦૦૦ નું જીવન વીમાકવચ
અસંગઠિત ક્ષેત્ર માટે પેન્શન યોજના

અગાઉના અનુભવના આધારે ઁસ્ત્નડ્ઢરૂમાં મહત્વપૂર્ણ અભિગમ સ્વીકારવામાં આવ્યોઃ
અગાઉ વિક્રેતા સાથે ટેકનોલોજી લૉક-ઇન સાથે ઑફલાઇન ખાતું ખોલાવવામાં આવતું હતું તેના સ્થાને બેંકોની મુખ્ય બેંકિંગ સિસ્ટમમાં ઑનલાઇન ખાતાં ખુલે છે
રૂપે ડેબિટ કાર્ડ અથવા આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (છીઁજી) દ્વારા આંતર-પરિચાલનની ક્ષમતા
ફિક્સ્ડ-પોઇન્ટ બિઝનેસ કોરન્સપોન્ડન્ટ્‌સ
જટિલ દ્ભરૂઝ્ર ઔપચારિકતાઓને બદલે સરળ કરવામાં આવેલી દ્ભરૂઝ્ર/ી-દ્ભરૂઝ્ર વ્યવસ્થા
નવી વિશેષતાઓ સાથે ઁસ્ત્નડ્ઢરૂનું વિસ્તરણ – સરકારે કેટલાક સુધારાઓ સાથે વ્યાપક ઁસ્ત્નડ્ઢરૂ કાર્યક્રમને ૨૮.૮.૨૦૧૮થી આગળ લંબાવવાનો ર્નિણય લીધો છે
બેંકિંગ સુવિધાથી વંચિત ‘દરેક પરિવાર’ના બદલે હવે ‘દરેક પુખ્ત વયની વ્યક્તિ’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે
રૂપે કાર્ડ ઇન્સ્યોરન્સ – ૨૮.૦૮.૨૦૧૮ પછી ખોલવામાં આવેલા ઁસ્ત્નડ્ઢરૂ ખાતાઓ માટે રૂપે કાર્ડ્‌સ પર મફત અકસ્માત વીમાકવચની રકમ રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૨ લાખ કરવામાં આવી છે
ઓવરડ્રાફ્ટની સુવિધામાં વધારોઃ ઓવરડ્રાફ્ટ (ર્ંડ્ઢ)ની મર્યાદા રૂ. ૫,૦૦૦/-થી વધારીને બમણી એટલે કે રૂ. ૧૦,૦૦૦/- કરવામાં આવી છે; રૂ. ૨,૦૦૦/- સુધીની ર્ંડ્ઢ (કોઇ પણ પ્રકારની શરત વિના) અને ર્ંડ્ઢની ઉપલી વય મર્યાદા ૬૦ વર્ષથી વધારીને ૬૫ વર્ષ કરવામાં આવી છે.
ઁસ્ત્નડ્ઢરૂની અસર
ઁસ્ત્નડ્ઢરૂ લોક-કેન્દ્રિત આર્થિક પહેલો માટેની આધારશીલા છે. સરકારી સહાયોનું લાભાર્થીઓના ખાતામાં સીધું હસ્તાંતરણ (ડ્ઢમ્‌) હોય, કોવિડ-૧૯ નાણાકીય સહાય હોય, પીએમ-કિસાન હોય, મનરેગા અંતર્ગત વેતનમાં વધારો હોય, જીવન અને આરોગ્ય વીમાકવચ હોય – આ તમામ પહેલોનું પ્રથમ પગથિયું પુખ્ત વયની દરેક વ્યક્તિને બેંક ખાતું પ્રદાન કરવાનું છે અને આ પ્રક્રિયા ઁસ્ત્નડ્ઢરૂએ લગભગ પૂર્ણ કરી છે.
માર્ચ, ૨૦૧૪થી માર્ચ, ૨૦૨૦ દરમિયાન ખોલવામાં આવેલા દરેક ૨ ખાતામાંથી એક ખાતું ઁસ્ત્નડ્ઢરૂ હેઠળ ખોલવામાં આવેલું ખાતું હતું. રાષ્ટ્રીય સ્તરે લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો તેના ૧૦ દિવસની અંદર આશરે લગભગ ૨૦ કરોડથી વધુ મહિલા ઁસ્ત્નડ્ઢરૂ ખાતામાં દરેક મહિલા ઁસ્ત્નડ્ઢરૂ ખાતામાં ડ્ઢમ્‌ દ્વારા ત્રણ મહિના માટે દર મહિને રૂ. ૫૦૦ ની નાણાકીય સહાય જમા કરવામાં આવી હતી.
કોવિડ-૧૯ મહામારીના સમય દરમિયાન, આપણે સમાજના નબળાં વર્ગોને સક્ષમ બનાવવા અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડ્ઢમ્‌)ના કારણે નોંધપાત્ર સરળતા અને ઝડપ આવી તે વાતના આપણે સાક્ષી બન્યા છીએ. એક મહત્વપૂર્ણ પાસું એ છે કે, ઁસ્ત્નડ્ઢરૂ ખાતાઓ મારફતે ડ્ઢમ્‌થી સુનિશ્ચિત થાય છે કે, એક-એક રૂપિયો લક્ષિત લાભાર્થીઓના ખાતામાં પહોંચી રહ્યો છે અને તેનાથી પ્રણાલીગત ખામીઓના દૂરુપયોગને રોકી શકાયો છે.
ઁસ્ત્નડ્ઢરૂએ બેંકિંગની સુવિધાથી વંચિત લોકોને બેંકિંગની વ્યવસ્થા પૂરી પાડી છે, ભારતનું નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું છે અને લગભગ દરેક પુખ્ત વયની વ્યક્તિઓને નાણાકીય સર્વસમાવેશીતામાં લાવી દીધી છે.

ઁસ્ત્નડ્ઢરૂ અંતર્ગત પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ – ૧૬ ઑગસ્ટ, ૨૦૨૩ સુધીઃ
૯ ઑગસ્ટ ૨૦૨૩ સુધીની સ્થિતિ અનુસાર, કુલ ઁસ્ત્નડ્ઢરૂ ખાતાઓની સંખ્યાઃ ૫૦.૦૯ કરોડ; ૫૫.૬% ટકા (૨૭.૮૨ કરોડ) જન ધન ખાતાધારકો મહિલાઓ છે અને ૬૬.૭% (૩૩.૪૫ કરોડ) જન ધન ખાતાઓ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં ખોલવામાં આવેલા છે. યોજના શરૂ કરવામાં આવી તેના પ્રથમ વર્ષ દરમિયાન ૧૭.૯૦ કરોડ ઁસ્ત્નડ્ઢરૂ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. ઁસ્ત્નડ્ઢરૂ હેઠળ ખાતાઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે
ઁસ્ત્નડ્ઢરૂ ખાતાઓની સંખ્યા માર્ચ, ૨૦૧૫માં ૧૪.૭૨ કરોડ હતી તે ત્રણ ગણી (૩.૪ ગણી) વધીને ૧૬-૦૮-૨૦૨૩ સુધીમાં ૫૦.૦૯ કરોડ થઇ ગઇ છે. બેશકપણે, નાણાકીય સર્વસમાવેશીતા કાર્યક્રમ માટે આ નોંધપાત્ર સફર છે.
ઁસ્ત્નડ્ઢરૂ ખાતાઓ અંતર્ગત કુલ ડિપોઝીટ (જમા) થયેલું બેલેન્સ રૂ. ૨,૦૩,૫૦૫ કરોડ છે
ખાતાની સંખ્યામાં ૩.૩૪ ગણી વૃદ્ધિની સાથે સાથે ડિપોઝીટમાં આશરે ૧૩ ગણો વધારો થયો (ઑગસ્ટ ૨૦૨૩/ ઑગસ્ટ ૨૦૧૫

ઁસ્ત્નડ્ઢરૂ ખાતા દીઠ સરેરાશ ડિપોઝીટ – સુધીની સ્થિતિ મુજ ખાતા દીઠ સરેરાશ જમા રકમ રૂ. ૪,૦૬૩ છે
ઑગસ્ટ, ૨૦૧૫ની સરખામણીમાં ખાતા દીઠ સરેરાશ ડિપોઝીટમાં ૩.૮ ગણો વધારો થયો છે
ઁસ્ત્નડ્ઢરૂ ખાતાધારકોને ઇશ્યુ કરાયેલા રૂપે કાર્ડની કુલ સંખ્યાઃ ૩૩.૯૮ કરોડ
સમયની સાથે સાથે રૂપે કાર્ડની સંખ્યા અને તેના વપરાશમાં વધારો થયો છે

જન ધન દર્શક અપે (ત્નડ્ઢડ્ઢ એપ)
ત્નડ્ઢડ્ઢ એપ એક મોબાઇલ એપ્લિકેશન છે, જે દેશમાં બેંકની શાખાઓ, છ્‌સ્, બેંક કોરસપોન્ડન્ટ (મ્ઝ્ર), ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક વગેરે જેવા બેંકિંગ ટચ પોઇન્ટ શોધવા માટે નાગરિક કેન્દ્રિત પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરે છે. ત્નડ્ઢડ્ઢ એપ પર ૧૩ લાખથી વધુ બેંકિંગ ટચપોઇન્ટને મેપ કરવામાં આવ્યા છે. જન ધન દર્શન એપ હેઠળની સુવિધાઓ સામાન્ય લોકોની જરૂરિયાત અને સુવિધા અનુસાર મેળવી શકાય છે. આ એપ્લિકેશનનું વેબ સંસ્કરણ રંંॅઃ//કૈહઙ્ઘદ્બઅહ્વટ્ઠહા.ર્ખ્તદૃ.ૈહ લિંક પર ઍક્સેસ કરી શકાય છે.
આ એપનો ઉપયોગ એવા ગામડાઓની ઓળખ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે કે, જેમને હજી સુધી ૫ કિમીની ત્રિજ્યામાં બેંકિંગ આઉટલેટ દ્વારા આવરી લેવામાં આવ્યા નથી. વિવિધ બેંકોને બેંકિંગ આઉટલેટ્‌સ ખોલવા માટે સંબંધિત જીન્મ્ઝ્ર દ્વારા આ ઓળખી કાઢવામાં આવેલા ગામડાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. આ પ્રયાસોના પરિણામે બેંકિંગ સેવાઓ હેઠળ આવરી લીધા ન હોય તેવા ગામોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
જુલાઇ ૨૦૨૩ સુધીમાં ત્નડ્ઢડ્ઢ એપ પર કુલ ૬.૦૧ લાખ ગામોનું મેપિંગ કરવામાં આવ્યું છે. કુલ મેપ કરવામાં આવેલા ગામડાઓમાંથી ૫,૯૯,૪૬૮ (૯૯.૭%) ગામડાઓને બેંકિંગ આઉટલેટ્‌સ (૫ કિમી ત્રિજ્યામાં બેંક શાખા, બેંકિંગ કોર્નર અથવા ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક્સ (ૈંઁઁમ્))ની મદદથી આવરી લેવામાં આવ્યા છે.

સરળ ડ્ઢમ્‌ વ્યવહારો સુનિશ્ચિત કરવાની દિશામાં પ્રયાણ
બેંકો દ્વારા જણાવવામાં આવ્યું છે તે અનુસાર, લગભગ ૬.૨૬ કરોડ ઁસ્ત્નડ્ઢરૂ ખાતાધારકો વિવિધ યોજનાઓ હેઠળ સરકાર તરફથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડ્ઢમ્‌) મેળવે છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સમયસર તેમનો ડ્ઢમ્‌ લાભ મેળવે તે સુનિશ્ચિત કરવા માટે, વિભાગ દ્વારા ડ્ઢમ્‌ મિશન, દ્ગઁઝ્રૈં, બેંકો અને અન્ય વિવિધ મંત્રાલયો સાથે પરામર્શ કરીને ડ્ઢમ્‌ની નિષ્ફળતા માટે ટાળી શકાય તેવા કારણો ઓળખવામાં સક્રિય ભૂમિકા નિભાવવામાં આવે છે.

ડિજિટલ વ્યવહારોઃ
ઁસ્ત્નડ્ઢરૂ હેઠળ ૩૩.૯૮ કરોડથી વધુ રૂપે ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવા, ૭૯.૬૧ લાખ ર્ઁજી/દ્ર્બઁજી મશીનોના ઇન્સ્ટોલેશન અને ેંઁૈં જેવી મોબાઇલ આધારિત પેમેન્ટ સિસ્ટમના પ્રારંભ સાથે, ડિજિટલ વ્યવહારોની કુલ સંખ્યા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૧,૪૭૧ કરોડ હતી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૧,૩૯૪ કરોડ સુધી પહોંચી ગઇ છે. ેંઁૈં નાણાકીય વ્યવહારોની કુલ સંખ્યા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૨ કરોડ હતી તે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૮,૩૭૧ કરોડ થઈ ગઈ છે. તેવી જ રીતે, ર્ઁજી અને ઇ-કોમર્સ ખાતે રૂપે કાર્ડ દ્વારા વ્યવહારોની કુલ સંખ્યા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૬૭ કરોડ હતી તે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૨૬ કરોડ થઇ ગઇ છે.
ભવિષ્યનો માર્ગ
સુક્ષ્મ વીમા યોજનાઓ અંતર્ગત ઁસ્ત્નડ્ઢરૂ ખાતાધારકોને આવરી લેવામાં આવે એવું સુનિશ્ચિત કરવાનો પ્રયાસ. પાત્રતા ધરાવતા ઁસ્ત્નડ્ઢરૂ ખાતાધારકોને ઁસ્ત્નત્નમ્રૂ અને ઁસ્જીમ્રૂ અંતર્ગત આવરી લેવામાં આવશે. બેંકોને આ અંગે પહેલાંથી જ જણાવી દેવામાં આવ્યું છે.
સમગ્ર ભારતમાં ચુકવણીની સ્વીકાર્યતા માટે માળખાગત સુવિધાઓ ઊભી કરીને ઁસ્ત્નડ્ઢરૂ ખાતાધારકો દ્વારા રૂપે ડેબિટ કાર્ડના ઉપયોગ સહિત ડિજિટલ પેમેન્ટની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે તે માટે તેમને પ્રોત્સાહન આપવું.
ઁસ્ત્નડ્ઢરૂ ખાતાધારકો માટે ફ્લેક્સિ-રિકરિંગ ડિપોઝીટ વગેરે જેવા સુક્ષ્મ-ધીરાણ અને સુક્ષ્મ રોકાણની સુલભતા વધારવી.

File-02-Page-Ex-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *