Delhi

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટનું પ્રોફાઈલ પિક્ચર બદલ્યું, લોકોને કરી અપીલ

નવીદિલ્હી
‘હર ઘર તિરંગા અભિયાન ચાલો આપણે આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીએ અને આ અનોખા અભિયાનને સમર્થન આપીએ જે આપણા પ્રિય દેશ અને આપણી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો સાથે તેમના ડીપીને ચેન્જ કરી છે. તિરંગા અભિયાનમાં દેશને પ્રેરણા આપતા પીએમએ પોતાની પ્રોફાઇલ પિક્ચર પર ત્રિરંગો લગાવ્યો છે. તેણે ઠ, હ્લટ્ઠષ્ઠીર્હ્ર્વા અને ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ પર પોતાનું ડ્ઢઁ ચેન્જ કર્યું છે. નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધે તે માટે આજથી દરેક ઘરે ત્રિરંગા અભિયાન શરૂ થશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું કે, દરેક વ્યક્તિ તિરંગા સાથે પોતાની સેલ્ફી અપલોડ કરીને આ અભિયાનમાં ભાગ લઈ શકે છે. મંત્રાલયે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગા ઝુંબેશ ચલાવી રહી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકભાગીદારીના સાર સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો છે. આ પહેલ હેઠળ, પોસ્ટ વિભાગને રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે. સાંસ્કૃતિક સચિવ ગોવિંદ મોહને કહ્યું કે, રાજ્યોમાં સ્વ-સહાય જૂથો દ્વારા પણ કરોડો ધ્વજ બનાવવામાં આવી રહ્યા છે, જે ધ્વજમાં આર્ત્મનિભરતા દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે લોકોને ઘરે ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે. હાલમાં પોતાના મનકી બાતમાં પીએમ મોદીએ હર ધર તિરંગા પરંપરાને ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ અભિયાનને ગત્ત વર્ષ શાનદાર સફળતા મળી છે. પોસ્ટ વિભાગની ઈ-પોસ્ટઓફિસ સુવિધા દ્વારા પણ લોકો રાષ્ટ્રધ્વજ ખરીદી શકે છે. મંત્રાલયે કહ્યું કે, આ અભિયાન લોકોના દિલમાં દેશભક્તિની ભાવના જગાવવા માટે શરુ કર્યું છે. આ અભિયાન ૨૦૨૨માં પણ સફળ રહ્યું જ્યાં ૨૩ કરોડ પરિવારના લોકોએ પોતાના ઘરે ત્રિરંગા ફરકાવ્યો હતો અને ૬ કરોડ લોકોએ હર ઘર તિરંગા વેબસાઈટ પર સેલ્ફી અપલોડ કરી હતી.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *