નવીદિલ્હી
પાકિસ્તાન તેની હરકતોથી બહાર આવી રહ્યું નથી. તે દરરોજ અલગ-અલગ યુક્તિઓ અપનાવી રહ્યું છે. આ વખતે, ભારતીય સુરક્ષા સંશોધકોએ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાનમાં રહેલા હેકર્સ દ્વારા ભારતીય સૈન્ય અને શિક્ષણ ક્ષેત્ર પર સાયબર હુમલાની નવી જાણકારી મળી છે. પુણે સ્થિત ક્વિક હીલ ટેક્નોલોજીસની સાહસ શાખા સેક્રેટના અહેવાલ મુજબ, ટ્રાન્સપરન્ટ ટ્રાઈબ ભારત સરકાર અને લશ્કરી સંસ્થાઓને નિશાન બનાવી રહી છે. સુરક્ષા સંશોધકોએ પાકિસ્તાન રહેલા ટ્રાન્સપરન્ટ ટ્રાઈબ નામના હેકર જૂથ દ્વારા કરવામાં આવેલા સાયબર હુમલાને શોધી કાઢ્યું છે. ટ્રાન્સપરન્ટ ટ્રાઈબનો એક પેટા વિભાગ, જેને સાઇડકોપી તરીકે ઓળખવામાં આવે છે, તેની પણ ઓળખ ભારતીય રક્ષા સંસ્થાને લક્ષ્યાંક તરીકે કરવામાં આવી છે. હેકિંગ ઓપરેશન તાજેતરમાં પ્રકાશમાં આવ્યું હતું, જ્યારે ડ્ઢઇર્ડ્ઢંના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકને પાકિસ્તાની એજન્ટો માટે સંવેદનશીલ માહિતી લીક કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જેમણે તેને હની-ટ્રેપમાં ફસાવ્યા હતા. અહિયા એવા ઉપકરણ આપવામાં આવ્યા છે કે જેનો ઉપયોગ કરીને હેકર જૂથ તેમની મોડસ ઓપરેન્ડી સહિત ઘણુ બઘુ જાણી શકે છે. મે ૨૦૨૨થી, ટ્રાન્સપરન્ટ ટ્રાઈબ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (ૈંૈં્), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (દ્ગૈં્) અને દેશની કેટલીક સૌથી મોટી બિઝનેસ સ્કૂલોને હેક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ હુમલાઓ ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધુ તીવ્ર બન્યા હોવાનું કહેવાય છે. આ સંસ્થાઓને શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહી છે તે સ્પષ્ટ નથી, પરંતુ તેમાંથી કેટલીક ભારતીય સંરક્ષણ દળો સાથે નજીકથી કામ કરતી હોવાથી તે હોઈ શકે છે. અહેવાલ મુજબ, પાકિસ્તાન સ્થિત જૂથ (જેને છમ્ડ્ઢ૩૬ કહેવાય) છે. ભારતીય સેનાને ટીમને જાણવા મળ્યું કે ફાઇલને કાયદેસરના દસ્તાવેજ તરીકે છૂપાવવામાં આવી હતી. પરંતુ તેમાં કમજાેરીઓનો ફાયદો લેવા માટે એમ્બેડેડ માલવેરનો ઉપયોગ કરવામાં આવે છે.